Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક નજીકના રેલવે ક્રોસિંગ નં.૬૧ પર ડાયવર્ટ કરાયું :સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ

અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નંબર ૬૨ પરનું ટ્રાફિક આગામી તા.૨૬ માર્ચ, ૨૩ સુધી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. રેલવે ક્રોસિંગ નંબર ૬૨ નજીક રેલવે ક્રોસિંગ નંબર ૬૧ પર તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે,  તે અંગે જાહેર જનતાને નોંધ લેવા સાવરકુંડલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટએ યાદીમાં જણાવ્યું છે.

(12:51 am IST)