Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

ગોંડલ નેશનલ હાઈવે ઉપર આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા કાલમેઘડા નો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત બનેલ ગોંડલ નેશનલ હાઈવે ખોડીયાર હોટલ પાસે રોંગ સાઈડમાં દોડી આવતા આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા કાલમેઘડા નો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે રહેતા અને કડિયા કામ કરતા સતિષભાઈ સરવૈયા પોતાનું એકટીવા GJ10DD 0816 ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે ગોંડલ નેશનલ હાઈવે ખોડીયાર હોટલ પાસે GJ06Y 6979 ના ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે યુવાન નાનાભાઈ હસમુખભાઈ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279 337 338 એમ વી એક્ટ કલમ 134 119 184 117 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(1:03 pm IST)