Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

' કોરોના' ના કહેર વચ્ચે આઈ.એમ.એ. પોરબંદરના તમામ ડોકટરો જિલ્લા વહીવટીતંત્રને પોતાની માનદ્સેવા આપશે

ભાવસિંહજી હોસ્પિટલમાં ફિઝિશિયન અને પીડિયાટ્રિક નિષ્ણાંત સવાર-સાંજ માનદ્સેવા પુરી પાડશે

પોરબંદર : કોરોના વાયરસના કહેર વચ્ચે તબીબોએ માનવતા મહેકાવી છે ઇન્ડિયન  મેડીકલ  એસોસીએશન પોરબંદર બ્રાન્ચના પ્રમુખ ડો. ઉર્વીશ  મલકાણની યાદ  મુજબ

અત્યારની કોરોનાની આ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં આઈ.એમ.એ પોરબંદરના તમામ ડોક્ટરોએ  જિલ્લા વહીવટીતંત્રને પોતાની માનદ સેવાઓ પૂરી પાડવા માટે આહવાન કરેલ છે. અને કલેકટર સાહેબની સુચના પ્રમાણે ભાવસિંહજી (સિવિલ) હોસ્પિટલમાં દરરોજ સવારે અને સાંજે એક એક કલાક માટે એક ફિઝિશિયન અને એક પીડીયાટ્રીશ્યન એટલે કે બાળ રોગ નિષ્ણાંત પોતાની માનદ સેવાઓ પૂરી પાડશે.
આ બાબતે  તમામ   ડોક્ટરોએ  પોતાની   સેવા આપવા માટે  ખાત્રી આપેલ છે. અને તે અંગે વ્યવસ્થિત આયોજન કરી લેખિતમાં કલેકટર સાહેબ અને સિવિલ સર્જન  શ્રી ને જાણ કરી દેવામાં આવેલ છે.
આવી કપરી પળોમાં પોરબંદરની પ્રજાની સેવા માટે તમામ પ્રાઇવેટ ડોક્ટરો તત્પર છે.

 

(11:32 pm IST)