Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વાયરસ તોડતો 'સપ્ત-અર્ક' વિનામૂલ્યે

કોઈપણ વાયરસનું ઘર કફ છે, કફને કાબુમાં રાખોઃ પૂ. શાંતિબાપુ : વિશેષ પ્રયોગઃ સવારે ઉઠતા સાથે જ બ્રશ કર્યા વગર ખાંડ કે સાકર ખૂબ ચાવોઃ મોંમા એકઠા થયેલા રસનો કોગળો કરી નાખોઃ કફ હળવો થશે : કાલાવડ પાસેના સત્તાધાર આશ્રમમાં પૂ. શાંતિબાપુએ સાત વનસ્પતિઓનું શોધન કરીને વિશેષ ઔષધ નિર્માણ કર્યુઃ વિનામૂલ્યે વિતરણ

રાજકોટ, તા. ૨૧ :. કાલાવડના નવી નાગાજાર ગામ પાસે આવેલા સતાધાર આશ્રમના પૂ. શાંતિબાપુએ જણાવ્યુ હતું કે, આરોગ્ય સામે ખતરો બનેલા મોટાભાગના વાયરસનું ઘર કફ હોય છે. વાયરસ કફમાં રહે અને કફમાં વિકસે છે. કફને કાબુમાં કરવામાં આવે તો વાયરસ જન્ય રોગ પર કાબુ મેળવી શકાય.

પૂ. બાપુએ સાત વનસ્પતિઓનું શોધન કરીને 'સપ્ત-અર્ક' ઔષધિ તૈયાર કરી છે, જે નિસ્વાર્થ ભાવથી વિતરણ કરે છે.

પૂ. શાંતિબાપુએ ૩૦ વર્ષ ગીરના જંગલમાં યોગાભ્યાસ, વનસ્પતિ અભ્યાસ કર્યા છે, ઉપરાંત સતાધાર ધામની ગૌમાતાઓની સેવા કરી છે. આયુર્વેદનો ગહન અભ્યાસ કર્યો છે. વનસ્પતિ ક્ષાર અને વિવિધ ભસ્મો બનાવવાનો દાયકાઓનો અનુભવ ધરાવે છે.

નવી નાગાજાર ગામ પાસે આવેલા સતાધાર આશ્રમમાં યોગ-સાધનામાં વ્યસ્ત રહે છે. ઉપરાંત આયુર્વેદ પદ્ધતિ અનુસાર દર્દીઓની સેવા કરે છે. પૂ. બાપુ અયાચક વ્રત ધરાવે છે. કોઈપણ ઔષધની કોઈ કિંમત રાખી નથી. સપ્ત-અર્કનું પણ નિઃસ્વાર્થ ભાવથી વિતરણ કરે છે, જેની કોઈ કિંમત રાખી નથી. જે કોઈએ જે કંઈ ધરવુ હોય તે ધરી શકે છે.

ભૂતકાળમાં સ્વાઈન ફલુ ફેલાયો ત્યારે પણ પૂ. બાપુએ ઔષધ નિર્માણ કરીને વિતરણ કર્યુ હતું. જેનો લાભ ૨૫ લાખ જેટલા લોકોએ લીધો હતો. સપ્ત-અર્ક કફજન્ય રોગોના દર્દીઓ તથા નોર્મલ માણસ લઈ શકે છે.

સપ્ત-અર્ક અંગે વધારે વિગતો માટે પૂ. શાંતિબાપુ મો. ૭૦૧૬૧ ૭૩૬૮૦ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(3:48 pm IST)