Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગુજરાતમાં ૧૪ જિલ્લામાં ૧૪૪ મી કલમ અને સાવચેતીના પગલા છતા ર૦૦-ર૦૦ શિક્ષકોના પેપર ચકાસણી કાર્ય ચાલુ!!

રાજ્ય આચાર્ય સંઘની રજુઆતઃ ભારે રોષ

ખંભાળીયા તા.ર૧ : સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના સંદર્ભમાં સાવચેતીના પગલા અને ૧૪૪ મી કલમ ૧૪ જિલ્લાઓમાં જાહેર કરીને લોકો ભેગા ના થાય તેવી સ્થિતિ દ્વારા સાવચેતીના પગલા તંત્ર ભરી રહ્યું છે તથા ગુજરાતમાં રોજ પોઝીટીવ દર્દીની સંખ્યા વધતી જાય છે. ત્યારે ધો.૧૦-૧ર ના પેપરો તપાસવાના મધ્યમના મુલ્યાંકન કેન્દ્રોમાં હોલમાં એક સાથે ર૦૦-ર૦૦ શિક્ષકો પેપર તપાસવાની કામગીરીમાં રોકાયા હોય ઉચક જીવે કામ કરતા આ શિક્ષકોની કામગીરી ચાલુ રખાતા ભારે રોષની લાગણી સમગ્ર રાજ્યમાં ફેલાઇ છે.

કેટલાક કેન્દ્રો પર ચારચાર વિષયોના પેપરો તપાસવાના હોય છે. જયા સમગ્ર રાજયના અનેક જિલ્લાના શિક્ષકો ભેગા થાય છે. જો હાલના ગંભીર વાતાવરણમાં એકાદ કેસ પણ ત્યાં પોઝીટીવ થશે તો સમગ્ર રાજયમાં અનેક જિલ્લાઓમાં ફેલાઇ શકે છે.

ઉતરવાહીઓ તપાસવામાં એકબીજા કર્મચારીઓના હાથ પણ સંપર્કમાં આવતા રોગ ફેલાવાની સંભાવના વધે. સી.બી.એસ.સી.બોર્ડ મધ્યસ્થ મુલયાંકન કામગીરી બંધ કરી દીધી છે ત્યારે ગુજરાત બોર્ડના પેપર તપાસણી કામગીરી ચાલુ રખાતા રાજયભરમાં ભારે રોષ ફેલાયો છે ત્થા રાજય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી તથા સંબંધિતોને રજુઆતો કરાઇ છે તથા શિક્ષક સંઘો દ્વારા પણ રજુઆત કરાઇ છે.

નવાઇની વાત છે કે જે જિલ્લામાં ૧૪૪ મી કલમ લાગુ છે. ત્યાં પણ ર૦૦-ર૦૦ વ્યકિત ભેગા થઇને પેપર જોયે છે. !!

(3:47 pm IST)