Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ભરૂડી નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતા ગોંડલના મકસુદ શાહમદારનું મોત

તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ રીક્ષા અને ચાલાકનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા. ર૧ : ગોંડલ પાસે રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર ભરૂડી નજીક ઓટો રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલાક ગોંડલના યુવાનનું મોત નીપજયું હતું.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ-રાજકોટ હાઇવે ઉપર ઓટો રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલાક મકસુદ જીસબશા શાહમદાર ફકીર (ઉ.૩પ) રે. ભગવતપરા શેરી નં. ૧૭ ગોંડલને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડકો. જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે હોસ્પીટલે ખસેડી હતી.

મૃતક મકસુદ તેના મિત્રની ઓટો રીક્ષા લઇ રાજકોટ જતો હતો ત્યારે આ અકસ્માત નડયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(1:02 pm IST)