Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

માંડણકુંડલા આશ્રમ બંધ : વાંકાનેર યાર્ડમાં બુધવારથી રજા

કોરોનાની અગમચેતીરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જનજાગૃતિ કાર્યક્રમો

પ્રથમ અને બીજી તસ્વીરમાં ઉપલેટામાં ટયુશન કલાસમાં તપાસ તથા વાંકાનેરમાં મીટીંગ અને માસ્કનું વિતરણ કરાયું તે નજરે પડે છે. (તસ્વીર : ભરત દોશી (ઉપલેટા), નિલેશ ચંદારાણા-વાંકાનેર)

રાજકોટ, તા. ર૧: સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાઇ રહી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને અનેક ધાર્મિક સ્થાનો અગમચેતીરૂપે બંધ રાખવામાં આવ્યા છે.

ગોંડલ

ગોંડલ : શ્રી મણિધર હનુમાનજી આશ્રમ ટ્રસ્ટ, ગાયત્રીપીઠ, માંડણ તરફથી સર્વે ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને જણાવવાનું કે સરકારશ્રીના આદેશથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને  સમગ્ર વિશ્વને કંપાવનારો ઘાતક કોરોનાના વાયરસ ભારતમાં પણ પગ પેસારો કર્યો છે અને હવે ગુજરાતમાં પણ તેનો પ્રવેશ થઇ ગયો છે. જેનો સમગ્ર જગ્યાએ ફફડાટ ફેલાય ગયો છે, ત્યારે શ્રી મણિધર હનુમાનજી આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી ભરતઅદા (ભાઇશ્રી) જણાવે છે કે તા. ર૧થી સરકારશ્રીના આદેશ સુધી મંદિર દર્શન તથા જયોતિષ કાર્ય તથા ભોજનાલય સદંતર બંધ રહેશે.

આગમી તા. ૮-૪-ર૦ર૦ને બુધવાર ચૈત્ર સુદ પુનમ (હનુમાન જયંતિ) ત્સવ-મહાપસાદ બંધ રહેશે.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડૂતો અને વેપારીઓ અને સ્ટાફના આરોગ્યને ધ્યાનમાં રાખી અગમચેતીના ભાગરૂપે આગામી તા. રપથી તા. ૩૧ સુધી કોરોના વાયરસ અને માર્ચ પેન્ડીંગ લઇને માર્કેટીંગ યાર્ડમાં રજા જાહેર કરી છે. ઉપરોકત તારીખો સુધી યાર્ડ બંધ રહેશે. તેમ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ મેઘાણી, સેકરેટરી ચૌધરીભાઇએ જણાવ્યું છે.

કોરોના વાયરસથી ખેડૂતો, વેપારીઓ, મજુરો અને યાર્ડના સ્ટાફના રક્ષણ માટે અને તેઓના સ્વાસ્થ્યની ચિંતા કરી યાર્ડના મેનેજમેન્ટે સાંજ તા. ર૦ના સવારથી યાર્ડના મેઇન ગેઇટમાં અંદર પ્રવેશતા તમામના માથે મશીન રાખી ટ્રેમ્પેચરની તપાસ તથા સેનેટાઇઝરથી હાથ સ્ટાફ કરાવી ગેઇટમાં પ્રવેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેરના પ્રાંત અધિકારી વસાવા, મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, ડો. બાવરવા ઉપરાંત મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરા, નવણભાઇ મેઘાણી, અકબરભાઇ બાદી, પ્રભુભાઇ, યુથ કોંગ્રેસના આબદીગઢવાળા ઉપરાંત માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, ઉપપ્રમુખ અશ્વિનભાઇમેઘાણી, યાર્ડના ચેરમેન યાર્ડની દિવસમાં એકની બદલે બે વખત સફાઇ કારોના વાયરસ સામે તકેદારીની માહિતી આપેલ. ઉપરોકત અધિકારીશ્રીઓએ પણ કારોનો વાયરસ સામે તકેદારી કેળવવા શું પગલા ભરવા, જાગૃતિ દાખવવી અને આરોગ્ય તંત્ર દરા ઉભી કરવામાં આવેલી તૈયારીથી સૌને વાકેફ કર્યા હતાં.

જામજોધપુર

જામજોધુર : તાજેતરમાં કોરોના વાયરસનેક કારણે જામજોધપુર એસટી ડેપો મૂકીએ સમગ્ર એસટી. ડેપોના ડ્રાઇવર કંટકટર તથા સ્ટાફ માટે પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા દ્વારા માસ્ક આપવામાં આવેલ હતાં તેમજ એસ.ટી. ડેપો મેનેજર દ્વારા સમગ્ર સ્ટાફ માટે સફાઇ અભિયાન હાથ ધરેલ જેમાં પાત્રીકાને વેચવાના સ્થળે ઓફીસો તેમજ વર્કશોપની સફાઇ હાથ ધરી તમામ બસોને અંદર અને બહારથી ફીનાઇથી સાફ કરવામાં આવેલ.

બગસરા

કોરોના વાયરસને ફેલાતી અટકાવવા માટે રાજય સરકાર દ્વારા તારીખ ૧૬ માર્ચથી ર૯ માર્ચ સુધી રાજયની તમામ શાળાઓ તથા કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવેલ છે જેને પગલે બગસરા તાલુકાની તમામ સરકારી અને ખાનગી શાળા તથા કોલેજોમાં ર૯ તારીખ સુધી વેકેશન જાહેર કરવામાં આવેલું છેતેમ શિક્ષણાધિકારી સોનિયાબેન કોટડીયાએ જણાવ્યુંછે.

ઉપલેટા

ઉપલેટા શહેરમાં દ્યણા ખરા ખાનગી ટ્યૂશન કલાસીસ સંચાલકો અને શિક્ષકો આ આદેશનું ઉલ્લંદ્યન કરીને ગુપ્ત રીતે પોતાના ટ્યુશન કલાસ ચલાવી રહ્યા હતા. સરકારના આદેશનું ઉલ્લંદ્યન કરનારા સંચાલકો પર ઉપલેટા મામલતદાર દ્વારા અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ચાલુ ટ્યુશન કલાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તુરંત તેમના દ્યરે પરત મોકલી દેવાનું સૂચન આપવામાં આવ્યું અને સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ મુદત સુધી બંધ રાખવાનું સૂચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલક શિક્ષકને ફરી આવી રીતે કાયદાનું ઉલ્લંદ્યન ન કરવાનું કડક સુચના આપવામાં આવી હતી. જો ફરીથી રાજય સરકારના આ સૂચનનું ઉલ્લંદ્યન કરવામાં આવશે તો કડકઙ્ગ કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર નામાનું ભંગ કરવા બદલ પોલીસ રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયા દ્વારા જણાવવામાં આવેલું હતું.

ખીરસરા

ખીરસરાઃ લોધીકા તાલુકામાં મેટોડા જી.આઇ.ડી.સી.તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં થુકવા નો દંડઙ્ગ વસુલતા ટી.ડી.ઓ સોમપુરા સમગ્ર વિશ્વમાં તેમજ ભારત માં કોરો'ના વાઈરસ ફેલાઈ રહેલ છે ત્યારે રાજકોટ માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સરકાર દ્વારા જાહેર માં થુકવા બદલ નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ ગ્રામપંચાયત ને જાહેરમાં થુકવા બદલ લોકોને ૫૦૦રૂપિયા દંડ વસૂલવા ની સતા આપેલ છે તેવા સમયે રાજકોટ જિલ્લા ના લોધિકા તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ. કુમારી મીરા સોમપુરા તેમજ તાલુકા પંચાયત ના અધિકારી શ્રીઓ મેટોડાગામ જી.આઇ.ડી.સી.મેટોડા ખીરસરા વિગેરે ગામની મુલાકાત તે જે-તે સમયે જાહેરમાં થુકતા લોકોને જોતા જાહેર નામાનાં ભંગ બદલ ચાર વ્યકિત ને દંડની પહોંચ આપી રૂપિયા ૫૦૦ લેખે વસુલાત કરેલ તે રકમ જેતે ગ્રામપંચાયત માંજમા કરાવેલ અને જાહેરમાં ન થુકવા તેમજ કોરોના વાઈરસ થી બચવાની જરુરી માહિતી આપેલ છે.

(11:51 am IST)