Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

શાપર વેરાવળ ઇન્ડ એશો દ્વારા વિલંબીત ચુકવણીમાં વ્યાજ માફીની માંગ

કોરોના વાઇરસના અતિક્રમણને લઇ

શાપર વેરાવળ તા.ર૧ : વિશ્વમાં કોરોના વાયરસ પ્રસરેલ છે જેની અસર ભારતમાં પણ જોવા મળે છે. ભારત સરકાર તેમજ રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ સાવચેતીના પગલા શાપર વેરાવળ ઇન્ડ એશો.એ આવકારેલ છે.

શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહતમાં ૨૫૦૦થી વધુ નાના ઉદ્યોગોનો (એસએસઆઇ) સમાવેશ થાય છે. તેમાથી ૭૫% નિકાસ ઉપર આધારીત છે. કોરોના વાયરસને કારણે નિકાસ તેમજ સ્થાનિક વેચાણ પર ભારે અસર થયેલ છે. ઉદ્યોગોને ભારે નાણાકીટ સંકટનો સામનો કરવો પડે છે.

શાપર વેરાવળના નિર્ધારીત સમયમાં વિજળી - ગેસના બીલો વિલંબીત અવધી માટે મોડુ ચુકવણી દંડ અને વ્યાજ ન વસુલવા તથા બેંક લોનના હપ્તામાં વિલંબીત ચુકવણીમાં રાહત આપવા એશો. દ્વારા વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત એશો. દ્વારા કરાઇ હોવાનું એશો.ના ચેરમેન રમેશભાઇ વી.ટીલાળાએ જણાવેલ છે.

(11:48 am IST)