Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

તળાજાના ગોરખી ગામે સવા ત્રણ લાખનો દારૂ કબ્જે

વેવિશાળ વેળા ૧ લાખ ઉછીના લીધેલ જેના લીધે ઘરમાં દારૂ રાખવાની પકડાયેલ અમિત, અલ્પેશને ના પાડી શકયો નહી

ભાવનગર,તા.૨૧:તળાજા પોલીસે ગતરાત્રે વિલાયતી દારુની ગોરખી ગામની અવાવરું જગ્યામાંથી બાવિસ બોટલ કબ્જે લીધા બાદ આજે ડી.સ્ટાફ ના પો.કો ને મળેલ બાતમી ના આધારે વાડીમાના મકાનમાં રેડ કરી વિવિધ બ્રાન્ડ ની વિલાયતી દારુની ૧૧૧૧ બોટલ કી. રૂ.૩,૩૩,૦૦૦ની કબ્જે કરી એક આરોપી ની ધરપકડ કરી હતી.દારૂ નો જથો ઉતારનાર બે ભાઈઓ ની શોધખોળ હાથધરી છે.

ગોરખી ગામે આવેલ ડાયાભાઈ મથુરભાઈ જેઠવાની વાડી નજીક આવેલ કાળા પણાની નળ માંથી વિલાયતી દારુની ૨૨ બોટલ કિં. રૂ.૬૬૦૦ની બિન વરસી કબ્જે કરેલ.અજાણ્યા ઈસમ વિરુદ્ઘ વી.કે રાઠોડ હેડ.કો એ ગુન્હો નોંધાવેલ.

બાદ માં પો.કો.કપિલ રાવ દ્વારા બાતમીદારોને કામે લગાવાયા હતા.જેમાં બપોરે મળેલ બાતમીના આધારે કોન્સ્ટેબલ વિજયભાઈ રાઠોડ, ભાવેશ બારૈયા,ઙ્ગ તેજપાલસિંહ ગોહિલ,પોપટભાઈ શિયાળ ,નિકુંજભાઈ મહેરા સામતુંભાઈ કામળિયા એ અમિત અરવિંદભાઈ ડોડીયા ના મકાનમાં રેડ કરી તલાસી લેતા વિવિધ બ્રાન્ડ ની ૧૧૧૧ બોટલ કી. રૂ.૩,૩૩,૦૦૦ ની કબ્જે લીધેલ.રેડ દરમિયાન અમિત અરવિંદ ડોડીયા ઉવ.૨૫ મળી આવેલ.જયારે અલ્પેશ ઉર્ફે અપો ઓઘડ ડોડીયા અને અસ્વીન ઉર્ફે દરજી ઓઘડ ડોડીયા ગેરહાજર હોય ત્રણેય વિરુદ્ઘ તળાજા પોલીસ મથકમાં

ગુન્હો નોંધી બાકીના બે આરોપી ની તપાસ હાથ ધરેલ છે. વધુ જાણવા મળતી વિગતો મુજબ અલ્પેશ ડોડીયા પાંચ દિવસ પહેલા રાત્રીના ૧૨ કલાકે બોલેરો જીપ માં દારૂનો જથો ઉતવિલાયતી દારુની નેવુંજેટલી સામતી પેટીઓ સાથે ઝબ્બે થનાર અમિત ડોડીયા એ પોલીસ ને જણાવ્યું હતુંકે પોતાએ અલ્પેશ પાસેથી વેવિશાળ દરમિયાન એક લાખ રૂપિયા ઉછીના લીધેલ. એ રૂપિયા પરત કરી શકયો ન હોઈ મજબૂરી ખાતર દારૂનો જથો પોતાના ઘરમાં ઉતારવાની ના ન પાડી શકયો ને પાંચ દિવસ બાદ આજે પોલીસ ને મળેલ બાતમી ના આધારે રેડ દરમિયાન ઝબ્બે થઈ ગયેલ.

(11:48 am IST)