Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ભાવનગર શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ : તમામ મોલ, મલ્ટીપ્લેક્સ, ચાલુ રાખી શકાશે નહીં

પાન માવાના ગલ્લા, દુકાનો, ચીજ વસ્તુની દુકાનો બંધ રાખવા આદેશ

ભાવનગર : કોરોના વાયરસના કહેરને કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે તા,20 માર્ચ થી 29 માર્ચ સુધી જાહેરનામું લાગુ પડશે ,જાહેરનામા મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં 4 થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે તેમજસભા, સરઘસ, સંમેલન કે મેળાવડા નહીં થઈ શકે, તમામ મોલ, મલ્ટીપ્લેક્સ ચાલુ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે ઉપરાંત પાન માવાના ગલ્લા, દુકાનો, ચીજ વસ્તુની દુકાનો બંધ રાખવા કલેકટર ગૌરાંગ મકવાણાએ જાહેરનામું  બહાર પાડ્યું છે

(9:00 am IST)