Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મોરબી જિલ્લાને મગફળીના પાક વીમામાં હળાહળ અન્યાય મામલે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી: મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લાને મગફળીના પાક વીમામાં અન્યાય કરવામાં આવતા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જેમાં તેમેણ રજુઆત કરી  છે કે મોરબી જિલ્લામાં ૨૦૧૮ના વર્ષમાં  મગફળીના વીમા સામે ૧૦૮ કરોડની રકમ મંજુર કરી હતી. જયારે તાલુકામાં 38000 હેક્ટરનું ધિરાણ લેવામાં આવ્યું હોવા છતાં તેની મગફળીનો પાક વીમો રૂ.૫૫ કરોડ તથા કપાસના પાક માટે માત્ર 75 લાખ મંજુર કરીને ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી છે.જો કે ગત વર્ષ દરમિયાન  મોરબી-માળીયા(મી) વિસ્તારમાં શરૂઆતથી જ ઓછો વરસાદ પડ્યો છે જેથી વાવણી મોડી થઇ વરસાદ ખેંચાતા પાક બળી ગયો. એટલું જ નહીં ખરીફ પાક માટે નર્મદાનું સિંચાઇનું પાણી ન આપીને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. ક્રોપ કટિંગ વખતે પણ  ખેતરે જઈને વીમા કંપની અને સરકારી અધિકારીઓને જે તે વખતની સ્થિતિથી વાકેફ કર્યા હતા તેમ છતાં ખેડૂતોએ વાર્ષિક વીમા માટે જે પ્રિમયમ ચૂકવેલું તેના કરતા આર્થિક વળતર ઓછું મળ્યું છે. ખેડૂતોના હિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા, ખેડૂત સંમેલનોમાં તથા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી તેમ છતાં વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી.

(3:32 pm IST)
  • ભરૂચમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલીઓ વિલુપ્ત થતી બચાવવા સ્વૈરિછક સંસ્થાઓ દ્વારા પાણીના 500 કુંડા અને 1000 માળાનું વિતરણ કરાયું: ચકલીના અસ્તિત્વને બચાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો access_time 10:46 pm IST

  • રાજકોટઃ પાણી ચોરી-બગાડ કરનાર સામે આરએમસીની લાલઆંખઃ ઉનાળો શરૂ થતા પીવાના પાણીને લઇ આરએમસીની કવાયત : આરએમસીના અધિકારીઓની ૨૬ ટીમ તૈયાર કરાઇઃ પાણી બગાડનારને રૂા.૨૫૦ થી ૫ હજાર સુધીનો દંડ access_time 6:53 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST