Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ભાવનાગરના કુંભારવાડા, વિકટરમાં અલંગના વેસ્ટેજ સામાનમાં આગ

ભાવનગર : શહેરના કુંભારવાડા, વિકટર કાંટા પાસેની ખુલ્લી જગ્યામાં અલંગનો વેસ્ટેજ સામાનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ખુલ્લા મેદાનમાં રખાયેલ જીઈબીને વાયરો તથા અલંગનો વેસ્ટ સામાનમાં લાગેલી આગને ૧ ગાડી પાણી છાંટી બુજાવી દીધેલ જયારે માલીક અકીલભાઈ હોવાનું અને આગનું કારણ જાણવા મળેલ ન હતું

   આ ઉપરાંત સાંજના સમયે વરતેજ સમેરૂ હોટલ પાસે ઈંટોના ભઠ્ઠામાં રહેલ ગેસનો બાટલો સળગતા ફાયર બ્રિગેડ ટીમે પ્રાથમિક કામગીરી કરીને આગ બુજાવી દીધી હતી.

(10:57 am IST)
  • સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચન્દ્રકુમાર બોઝને ભાજપે આપી ટિકિટ :કોલકાતા દક્ષિણથી ચૂંટણી લડશે : ભાજપની પહેલી યાદીમાં પશ્ચિમ બંગાળના 27 ઉમેદવારો જાહેર : ચન્દ્રકુમાર બોઝ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વતી મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા access_time 12:34 am IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST

  • ગીર સોમનાથના વેરાવળના દરિયામાં બે યુવાનો ડુબ્યાઃ ધુળેટી રમ્યા બાદ પડયા હતા દરીયામાં: સ્થાનીકોએ શોધખોળ શરૂ કરીઃ એક યુવક મળ્યો અને એકની શોધખોળ ચાલુ access_time 6:52 pm IST