Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમરેલી રેલ્વે વિભાગના ગેટકીપરનો વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આપઘાત

 અમરેલી, તા. ર૦ : અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને રેલ્વે વિભાગમાં ગેટકીપર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઇ ભુપતભાઇ મકવાણા નામના યુવકે અમરેલીમાં રહેતા રઘુભાઇ બશીયા, મહેન્દ્રભાઇ ગભરૂભાઇ વાળા સહિત ૭ જેટલા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય, મરી જવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાઇ જે મૂળ રકમ તથા વ્યાજ સહિતના રૂપિયા પાછા આપવા માટે થઇ આરોપીઓ અવાર-નવાર રૂબરૂ તથા ટેલીફોન દ્વારા કડક ઉઘરાણી કરી અને જો રૂપિયા પરત નહીં આપે તો આ ગૌતમભાઇ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય અને અવાર-નવાર આ યુવકના ઘરે અને નોકરીના સ્થળે રૂબરૂ જઇ ઉઘરાણી કરી તેમનું મોટર સાયકલ લઇ અને વ્યાજ વસુલ કરી મોટર સાયકલ પરત કરી ધાક ધમકીઓ આપતા હોય જેથી આ ગૌતમભાઇને ત્રાસ સહન નહીં થતા અને આરોપીના યેનકેન પ્રકારના ત્રાસના કારણે મરી જવા મજબૂર કરતા ગૌતમભાઇએ ગત તા. ૧૧/૩ના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા આ બનાવમાં મૃતકના ભાઇ સત્યમભાઇ મકવાણાએ દાદભાઇ વાળા, રવિભાઇ વાઢાળા, સંજયભાઇ બસીયા, મહેન્દ્રભાઇ ડાંગર સહિત ૭ જેટલા શખસો સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)