Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમરેલીનું રાજકારણ ધગ્યું :સુરેશ કોટડિયાના સમર્થનમાં જિલ્લા પંચાયતના કોંગી સભ્યોની મળી ગુપ્ત મિટિંગ !!

પૂર્વ કેન્દ્રીયમંત્રી મનુભાઈ કોટડિયાના પુત્રનું નામ જાહેર થયા પહેલા મીટિંગથી ચકચાર

 

અમરેલી :લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારો અંગે મનોમંથન કરી રહ્યાં રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં અમરેલી બેઠક માટે કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાની જાહેરાત થઈ છે.

   પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુ કોટડીયાના પુત્ર સુરેશ કોટડીયા 2019ની લોકસભા માટે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ફતેપુર ખાતે જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી જીતેલા 29 સદસ્યોએ ખાનગી મિટિંગ મળી હતી. મિટિંગમાં સુરેશ કોટડીયાના ભાઈ પ્રદીપ કોટડીયા પણ હાજર રહ્યા હતા.

      જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ કોટડીયાના સમર્થનમાં મિટિંગ મળી હોવાનો નનૈયો કર્યો હતો. અંગે વાત કરતા સુરેશ કોટડીયાએ કહ્યું ,મેં જિલ્લા પંચાયતના સભ્યોને સૂચના આપીને વાતાવરણ ઉભું કરવા મિટિંગ ગોઠવી હતી.

(10:48 pm IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST