Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ધોમધખતા તાપમાં અમરેલીના જંગલમાં સિંહે વૃક્ષ ઉપર ચડીને આરામ કર્યો

અમરેલીઃ ધોમધખતા તાપમાં જંગલના રાજા સિંહ વૃક્ષ ઉપર બેસીને આરામ કરી રહ્યા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

દિપડો ઝાડ પર ચઢે તેવી ઘટના આપણે ઘણી વખત જો પણ હશે અને સાંભળી પણ હશે. પરંતુ સિંહ ઝાડ પર ચઢે એવું આપણા ગુજરાતમાં લગભગ નથી સાંભળ્યું. જો કે સિંહ ઝાડ પર ચઢે તવું કદાચ આફ્રિકાના જંગલોમાં જોવા મળે. કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. જેથી આફ્રિકાના  સિંહો ઠંડક મેળવવા માટે ઝાડ પર ચઢે તેવું બની શકે.

ત્યારે આપણા ગુજરાતના અમરેલીમાં સિંહ ઝાડ પર આરામ ફરમાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં વધતી જતી ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ ઠંડક મેળવવા માટે શોધ કરતાં હોય છે. તેવા માં અમરેલીના જંગલમાં એક સિંહ ઝાડ પર ચઢે છે. અને ઝાળની ડાળી પર આરામ ફરામાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

તો આ સાથે અહિં 3 સિંહ જોવા મળ્યા. જેમાં એક ઝાડ પર ચઢે છે. તો બીજો જંગલમાં આંટાફેરા કરે છે. જ્યારે ત્રીજો સિંહ પાણીના કુંડ પાસે આરામ કરતો જોવા મળે છે.

હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે ગીરના સિંહો ઝાડ પર ચઢે તેવું આ પહેલી વખત સામે આવ્યું છે.

(7:56 pm IST)