Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સુરેન્દ્રનગર સબજેલના કેદીઓના કેસની માહિતી ડીઝીટલાઇઝડ કરાઇ

સુરેન્દ્રનગર તા. ૨૧ : સબ જેલમાં મોટાભાગે કાચા કામના કેદીઓ સજા ભોગવતા હોય છે તેમજ મોટી સજા પામેલા કેદીઓને રાજકોટ કે અમદાવાદ સહીતની શહેરોમાં મોકલવામાં આવે છે. ત્યારે આ કેદીઓને અવારનવાર પોતાના કેસની મુદતોમાં હાજર રહેવા માટે પોલીસ વિભાગ સાથે કોર્ટમાં લઇ જવામાં આવે છે. ત્યારે જેલમાં સજા ભોગવતા કેદીઓ પોતાના કેસની સ્થિતિ જાણી શકે તેમજ મુદતની તારીખ કયારે છે ? કયા ગુન્હામાં સજા ભોગવે છે ?તેની ઝડપી માહિતી મળી શકે તેવા હેતુથી લીગલ એઇડ કિલનિક સેન્ટર જે કાર્યરત હતું તેને ડીઝીટલાઇઝડ કરવામાં આવ્યું હતું .

જેલમાં સજા ભોગવતા તમામ કેદીઓના રેકર્ડ કોમ્પ્યુટરમાં અપડેટ કરી તેને સોફટવેર સાથે જોડવામાં આવ્યા હતા. આથી રાજયમાં સજા ભોગવતા કેદીઓની માહિતી કોર્ટના જજ સહીત પોલિસ વિભાગને ગણતરીની મિનિટોમાં મળી જશે. જયારે કેદીઓને પણ સરળતા થી મુદત સહીતની માહિતી મળી રહેશે.

આ ડીઝીટલ એઇડ કિલનિકનું જિલ્લા ન્યાયાધીશ આઈ.ડી. પટેલ, કલેકટર ઉદિત અગ્રવાલ, ડીએસપી દિપકકુમાર મેઘાણી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.કે.પંડયા, જેલર એચ.આર.રાઠોડ સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)