Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જામનગરની આરટીઓ કચેરીમાં ૩૯,૩૭૩ વાહનો નોંધાયાઃ ટેકસની આવક રૂ.૩૨.૫૬ કરોડ

વિધાનસભામાં હકુભા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના મળ્યા જવાબ... : ૧ વર્ષમાં વ્યાજબી ભાવની તપાસાયેલી ૫૮ દુકાનોમાંથી ૧૪માં મળી ગેરરિતીઃ ૨.૨૮ લાખનો જથ્થો પણ કબ્જે કરાયો 'તો

જામનગર તા.૨૧: અહીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ ગુજરાત વિધાનસભામાં જામનગરની આર.ટી.ઓ.કચેરીમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કેટલા વાહન નોંધાયેલા છે અને ટેકસની કેટલી આવક થઇ છે? તેવો પ્રશ્ન પૂછતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, આર.ટી.ઓ. કચેરીઓમાં ૨૦૧૬-૧૭ વર્ષમાં ૩૯,૩૭૩ વાહનો નોંધાયેલો છે, ટેકસની આવક રૂ.૩૨,૫૬,૮૪,૧૨૨ થઇ છે.

એવીજ રીતે જીલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં વ્યાજબી ભાવની કેટલી દુકાનોની તપાસણી કરવામાં આવી અને આમાંથી કેટલી દુકાનોમાં ગેરરીતી જોવા મળી? અને જોવા મળેલી ગેરરીતઓ અન્વયે શું પગલા લેવાયા? પુછાતા જ અન્ન નાગરીક પુરવઠા મંત્રીએ જવાબ આપ્યો હતો કે, જામનગર જીલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં વ્યાજબી ભાવની ૫૮ દુકાનોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી ૧૪ દુકાનોમાં ગેરરીતીઓ જોવા મળી છે અને જોવા મળેલી ગેરરીતી અન્વયે રૂ.૨,૨૮,૪૯૦ની કિંમતનો જથ્થો કબ્જે કરેલ છે તેમજ રૂ.૨૮.૮૯૩ ની કિંમતનો જથ્થો રાજય સાત કરેલ છે અને રૂ.૧૬ હજાર પરવાના અનામત રાજય સાત કરાયા છે.

ઉપરાંત હકુભા જાડેજાએ મુખ્યમંત્રી હસ્તકના ખાણખીજ ખાતાનો પ્રશ્ન ઉઠાવેલ કે તા.૩૧ ડિસેમ્બરની સ્થીતીએ ડીસ્ટ્રીકટ મિનરલ્સ ફાઉન્ડેશન હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કેટલું ભંડોળ એબકત્રીત થયેલ છે અને ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્યાણ યોજના હેઠળ કેટલી રકમ ફાળવેલ છે? ત્યારે ખાણ ખનીજ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જીલ્લામાં ડીસ્ટ્રીકટ મિનરલ્સ ફાઉન્ડેશન હેઠળ રૂ.૩૮૭૯ લાખ પંડ એકત્ર થયેલું છે જેમાંથી પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ રકમ ફાળવાઇ નથી.

(1:14 pm IST)