Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ખંભાળીયાઃ ટ્રક હડફેટે પતિની નજર સામે પત્નીનું મોત

પોરબંદર બાયપાસ પાસે મોટરસાયકલ અને પદયાત્રીક મહિલાને ટ્રક ચાલક હડફેટે લઇને ફરાર

ખંભાળીયા તા. ર૧ : ખંભાળીયા દ્વારકા રોડ પર આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ એક ટ્રકે એક બાઇક તથા એક પગપાળા વૃધ્ધાને હડફેટે લેતા ઘટના સ્થળે પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નિપજયું હતું તથા બન્નેને ગંભીર સ્થિતિમાં જામનગર ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળીયા તાલુકાના બેરાજી ગામના છગન પ્રેમજી પરમાર ઉ.પ૦ વાળાના પત્ની મણીબેન સાથે બાઇક પર જતો હતો ત્યારે એક ટ્રકવાળાએ આ બાઇકને ઠોકર મારતા બન્ને પતિ પત્ની રોડ પર પડી ગયા હતા જેમાં પત્નીનું માથુ કાપી જતા મણીબેનનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયું હતું જયારે પતિ છગન પ્રેમજીને ગંભીર રીતે માથામાં ઇજા સાથે જામનગર ખસેડાયો હતો.

પયિ પત્નીને ઠોકરે મારીને આ ટ્રકવાળાએ પાણી ભરવા જતી એક વૃધ્ધ અમૃતબેન ધનાભાઇ મધુડિયા ઉ.૮૦ ને પણ ઠોકર મારતા તેને પણ માથામાં ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડેલ જયાંથી જામનગર ખસેડવામાં આવી હતી.

ટ્રક ચાલક નાસી ગયો નંબર મળી ગયા

બે અકસ્માત સર્જી મહીલાને મોત પખાડીને જી.જે. ૧૦ ઝેડની સીરીજનો ટ્રક દ્વારકા તરફ નાસી જતા તેનો પુરો નંબર મેળવીને પોલીસે તેને ઝડપવા ગતિ હાથ ધરી હતી ટ્રક-ચાલકની ગંભીર બેદરકારીથી આ અકસ્માત બન્યો હોય લોકોમાં ભારે રોષ ફેલાયો હતો તો સતવારા દંપતિ ખંડીત થઇ ગયું હતું.

માનવાતા મરી પરવારી કેશું !?!!

અકસ્માત થયાને અડધી કલાક સુધી મૃતક તથા ઘાયલ રોડ પર પડયા હતા લોકોના ટોળા ભેગા થયા હતા છતા ઘાયલને કોઇએ હોસ્પિટલ પહોંચાડવા કે ૧૦૮ ને ફોન કરવામાં પોલીસને ફોન કરવામાં પણ વિલંબ થતા ઘાયલોને પહોંચડવા જાણે સ્થિતી ગંભીર થઇ ગઇ હતી.

બનાવની જાણ થતા હર્ષદપુરના પૂર્વ સરપંચ સંજયભાઇ હરીભાઇ નકુમ તથા સતવારા આગેવાનો ઘટના સ્થળે તથા હોસ્પિટલે મદદમાં પહોંચી ગયા હતા.

(1:13 pm IST)
  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST

  • ભારે કરી.... નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત સામે બાંગ્લાદેશનો પરાજય થયો હતો. વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ રવિવાર રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચ પત્ની સાથે નિહાળી રહ્યા હતાં. છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈનું હ્રદય હુમલો થયો, હોસ્પિટલે જતા રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. access_time 1:49 am IST

  • રાજકોટમાં પવનની ઝડપમાં વધારો : ગરમીમાં ઘટાડો :બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ ૨૪ કિ.મી.ની ઝડપે અને એવરેજ ૧૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૩૩.૬ ડિગ્રી તાપમાન : ગરમીમાં ઘટાડો થતા આંશિક રાહત access_time 4:23 pm IST