Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મોરબીના લાલપર ગામે દુકાનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

મોરબી તા. ૨૧ : મોરબીના લાલપર ગામે દુકાનમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે લાલપર નજીક આવેલ રિયલ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળ થર્ડ આઈ નામની દુકાનમાં દરોડો પાડતા અક્ષય સુરેશભાઈ પાચોટીયા, કલ્પેશ બેચરભાઈ પનારા, વિશાલ હસમુખભાઈ પટેલ, સારંગ સુરેશભાઇઙ્ગ ગાભવા , નરોત્તમ નાથાભાઇ કાસુંન્દ્રા અને મનોજ કાન્તિલાલ છીંકાણી સહિતના છ શખ્સો ને પતા ટીચતા ઝડપી લીધા હતા જેની પાસેથી રૂપિયા ૮૪,૫૦૦ ની રોકડ જપ્ત કરી હતી.

વધુમાં મળતી વિગત મુજબઙ્ગ અક્ષય પાચોટીયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો પોલીસ આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:09 pm IST)