Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

થાનગઢમાં ૩ દલિત યુવકોના મોત પ્રકરણમાં ઉપવાસ આંદોલનનો બીજો દિ'

વઢવાણ તા. ૨૧ : સપ્ટેમ્બર ૨૦૧૨ માં થાનમાં થયેલા પોલીસ ગોળીબાર માં ત્રણ દલિત યુવાનોના મોત થવાનો બનાવ બનવા પામ્યો હતો તે સંદર્ભે તપાસ અંગેની જુદી જુદી માંગણીઓને લઈને દલિત સમાજ દ્વારા મંગળવારના રોજ થી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ૧૦ ઉપવાસીઓ જોડાયા હતા.

થાનમાં ૨૦૧૨માં થયેલા પોલીસ ગોળીબારમાં ત્રણ દલિત યુવાનોના મોત થવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા મળતી તમામ પ્રકારની સહાય કરવામાં આવી હતી તથા તેઓની માંગણી મુજબ આ કેસની તપાસ સી.આઇ.ડી. કા્ઇમને સોપવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા હજુ સુધી રીપોર્ટ જાહેરઙ્ગકરવામાં આવ્યો નથી તો સી.આઇ.ડી. નો રીપોર્ટઙ્ગજાહેર કરવા, પી.એસ.આઇ. સોલંકીની ધરપકડ કરવા,ઙ્ગ પી.એસ.આઇ. જાડેજા ૩૦૨ ના આરોપી હોવા છતાં બઢતી આપવામાં આવી છે તે બાબતનો ખુલાસો કરવા તથા કેસના બાકી રહેતા તમામ આરોપીઓની ધરપકડની પડતર માંગણી ઉપર કશી જ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેના તાત્કાલિક અમલ માટે મંગળવારથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં આજે ૧૦ ઉપવાસીઓ જોડાયા હતા. આદોલન દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પી.એસ.આઇ. પલાસીયા તથા સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

(1:08 pm IST)