Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લવજેહાદ સામે વાપીમાં હિન્દુ સમાજની રેલીઃ ભાગેડુ યુવતી અને યુવાન પાસેથી ૯૦ લાખની રોકડ ઝડપાઇ

મુસ્લિમ યુવાનના અલગ અલગ પાસપોર્ટ મળ્યા-લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાવવાના કારસ્તાન સામે હિન્દુસમાજનો વિરોધ

ભુજ તા.૨૧: મુંબઇ એરપોર્ટ ઉપરથી પોલીસે વાપીની હિન્દુ પરીણીતાને દુબઇ થઇને પાકિસ્તાન ભગાડી જવાના ઝડપેલા કિસ્સા બાદ વાપીના ભાનુ શાલી સમાજ અને હિન્દુ સંગઠનો ભારે રોષમાં છે થઇ રહેલા આક્ષેપો પ્રમાણે ભાનુશાલી પરિવારની પરીણીતા પ્રિયાને ભગાડી જવાના કેસનો આરોપી સલમાન ઉસ્માન શેખ પાસે અલગ અલગ પાસપોર્ટ છે આ સમગ્ર લવજેહાદનો કિસ્સોએ મોટુ ષડયંત્ર હોઇ વાપીમાં હિન્દુસમાજ દ્વારા વિશાળ રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી સમગ્ર ઘટનાની તલસ્પર્શી તસાપ કરવા માંગ કરાઇ છે.

દરમ્યાન નાસી છુટનાર પરિણીતા તેના સાસરીયાના ઘેરથી રૂ.૯૦ લાખની રોકડ લઇ ગઇ હોવાની ફરિયાદ તેના પતિ પ્રશાંત કરસન ભાનુ શાલીએ નોંધાવી છે.

પોલીસે એરપોર્ટ ઉપરથી ઝડયેલા બન્ને ભાગેદુઓની પુછપરછ અને તપાસ બાદ ૯૦ લાખની રોકડ કબ્જે કરી છે. આ અંગે તપાસ કરતા વાપી ડીવાયએસપી શ્રી કુબાવતે રૂપીયા ૯૦ લાખ કબ્જે કરાયા હોવાની વાતને સમર્થન આપ્યુ છે.

(11:45 am IST)