Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બોરસદ પાસે અકસ્માતઃ જસદણના હિરાના કારખાનેદાર જેન્તીભાઇ પ્રજાપતિનું કરૂણ મોત

જસદણ તા. ર૧ :.. જસદણના જેન્તીભાઇ લાખાભાઇ હળવદીયા નામના હીરાના કારખાનેદારનું કાર અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પ્રજાપતિ સમાજમાં શોકની લાગણી છવાઇ હતી. આજે સવારે નીકળેલ તેમજ અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતાં.

કેલાસનગર વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા જેન્તીભાઇ ગઇકાલે તેમના એક સંબંધી સાથે પોતાની કારમાં જસદણ થી વડોદરા પોતાના પુત્રને મળવા જતાં હતા ત્યારે આ કાર બોરસદ તાલુકાના દાઓલ પાસે  આ કાર પહોંચતા ત્યાં હાઇવે પર પાછળથી તેજ ગતિએ ચાલતા એક ટ્રક ચાલકે હડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કાર ચાલક જેન્તીભાઇનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

આ બનાવમાં અન્ય બે પ્રાગજીભાઇ, અને મંજૂબેન નામની વ્યકિતને સામાન્ય ઇજા થઇ હતી. મૃતક જેન્તીભાઇને બે પુત્રી સાસરે છે. જયારે એક પુત્ર એન્જીનીયર અને એક પુત્ર ડોકટર છે. જેને મળવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

(11:45 am IST)
  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST