Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

મોડી રાત્રીના અને સવારે ભેજનું પ્રમાણ વધુઃ બપોરે મહતમ તાપમાનનો પારો ઉંચો

રાજકોટ, તા., ૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ભેજનું પ્રમાણ વધુ રહે છે અને ઠંડકની અસર વર્તાઇ રહે છે.

જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે હુંફાળુ વાતાવરણ અનુભવાય છે અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા અસહય ઉકળાટનો અનુભવાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

જુનાગઢ

 જુનાગઢઃ આજે સોરઠનાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રીનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

ગઇકાલે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન રર.ર ડીગ્રી રહયા બાદ આજે સવારનું તાપમાન ૪.૩ ડીગ્રી ઘટીને ૧૭.૯ ડીગ્રી નોંધાયું હતું. જેના પરીણામે સવારે ગુલાબી ઠંડી જેવું વાતાવરણ રહયું હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬ કી.મી.ની નોંધાઇ હતી.

આમ સવારનું તાપમાન ઘટતા આજે બપોરે સામાન્ય તાપમાન રહેવાની શકયતા પ્રવર્તે છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩ર.૮ મહતમ ર૦.પ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલુ તાપમાન

 શહેર

લઘુતમ તાપમાન

જુનાગઢ

૧૭.૯ ડીગ્રી

અમદાવાદ

૧૭.૯ ડીગ્રી

વલસાડ

૧૮.૧ ડીગ્રી

દિવ

૧૯.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૯.૦ ડીગ્રી

વડોદરા

૧૯.૦ ડીગ્રી

ભુજ

૧૯.૬ ડીગ્રી

પોરબંદર

ર૦.ર ડીગ્રી

રાજકોટ

ર૧.ર ડીગ્રી

નલીયા

ર૧.ર ડીગ્રી

સુરેન્દ્રનગર

ર૧.ર ડીગ્રી

ભાવનગર

ર૧.૬ ડીગ્રી

(11:41 am IST)