Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ટંકારામાં કડીયા કામ કરતી વખતે નરેશ સોલંકી વિજકરંટથી દાઝયો

રાજકોટ તા. ૨૧: ટંકારાના ઉગમણા નાકે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં નરેશ વિનુભાઇ સોલંકી (ઉ.૨૫) નામનો વણકર યુવાન રાત્રે અગિયારેક વાગ્યે ટંકારામાં જ આવેલા પોતાના મિત્ર સોહિલ ઇકબાલભાઇની વાડીએ કડીયા કામ ચાલતું હોઇ પતરા ચઢાવતાં વખતે વિજતારમાંથી કરંટ આવતાં દાઝી જતાં ટંકારા હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.

નરેશ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ટંકારા પોલીસને જાણ કરી હતી.

(11:34 am IST)