Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જૂનાગઢમાં ડાબેરીજન સંગઠનો દ્વારા શહીદવીરોને અંજલી અર્પવાનો કાર્યક્રમ

જૂનાગઢ, તા.૨૧: સેન્ટર ઓફ ઈન્ડીયા ટ્રેડ યુનિયન સીટુ લાલવાટાના ગુજરાત ઉપાધ્યક્ષચ બટુકભાઈ મકવાણા, ડેમોક્રેટીક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેન્ટર કમીટીના સભ્ય અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જીસાનભાઈ હાલેપોત્રા, એડવોકેટ, સાહેલ એ.સિદ્દીકી, પ્રમુખ અલહરમ એજયુ. એન્ડ ચેરી.ટ્રસ્ટ, જૂનાગઢ, ફેડરશેન ઓફ મેડીકલ એન્ડ સેલ્સ રિપ્રેન્ઝટેટીવ્સ (એફ.એમ. આર.એ.આઈ.)ના ગુજરાત મંત્રી મધુસુદન દતાણી, જૂનાગઢ શહેર પ્રમુખ તુષાર રાવળ, ઓસ્ટીન કામદાર કમીટી રહીમ ડાડાભાઈ વિશળ હરસુખ આચાર્ય ક્રિએટી કાસ્ટીંગ, કામદાર યુનીયન સીટુ પ્રમુખ જગમાલભાઈ જોગલ, અશ્વિનભાઈ લખલાણી, મેકસ, કામદાર, યુનીયન સીટુ પ્રમુખ નીતિન મહેતા, દિનેશભાઈ ભટ્ટી, ખેતમજદુર યુનીયત જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.કે. ચાવડા, ગુજરાત કિશાન સભા જિલ્લા પ્રમુખ રાજાભાઈ મેર અન્ય ડાબેરી જન સંગઠનોના આગેવાનોની બેઠક સીટુ કાર્યાલયે બટુકભાઇ મકવાણાના પ્રમુખ સ્થાને મળી હતી.

આગામી તા.૨૩ મી શહીદ દિવસે શહિદ ભગતસિંહ, રાજયગુરૂ, સુખદેવને અંગ્રેજ સાશન ધ્વારશા ૧૯૩૧ માર્ચના રોજ ફાંસી આપેલ તે શહિદીની યાદીમાં દર વર્ષ મુજબ ડાબેરી સંગઠનો દ્વારા કાર્યક્રમ આપવામાં આવે છે અને શહીદોએ બતાવેલા રસ્તો માનવી દ્વારા માનવીના શોષણનો અંતની લડતને આગળ વધારવા માટે કાર્યક્રમ આપવામા આવે છે. ડાબેરી સંગઠનો દ્વારા તા.૨૩ માર્ચના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધી દેશ ભકિતનાગીતો, સ્થળ અલ્ટ્રા મોડલ સ્કુલ, ડો.દોલકીયા એસ્ટેટ કીરણ મીલ પાસે મજેવડી દરવાજા ખ્વાઝા નગર ખામધ્રોળ રોડ જૂનાગઢ અને ૧૧ કલાકે ડાબેરી જનસંગઠનો દ્વારા શહીદ દિવસે નરસિંહ મહેતા તળાવ પાસે શહીદ પાર્કમાં શહિદ ભગતસિંહ, રાજયગુરૂ, સુખદેવને શ્રધ્ધાંજલી આપવામાં આવશે.

(11:33 am IST)
  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST