Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મોરબીમાં ડીલેવરીના ૧૦ દિ' બાકી હોવા છતાં હોશભેર પરિક્ષા આપતા સગર્ભા મહિલા જાગૃતિબેન

દ્રઢ મનોબળ ચોક્કસ સફળતા અપાવે છે

મોરબી તા. ૨૧ : માર્ચ મહિનો એટલે પરીક્ષાની મોસમનો માસ. હાલ રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ ચાલી રહી છે તેમજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન કોલેજોમાં પણ પરીક્ષાઓ શરુ થઇ ચુકી છે ત્યારે મોરબીની કોલેજમાં એક એવી વિદ્યાર્થીની પરીક્ષા આપી રહી છે જે સગર્ભા છે અને ડીલીવરીને દસેક દિવસનો ટાઈમ બાકી હોય છતાં હોશભેર પરીક્ષા આપી રહ્યા છે.

મોરબીમાં પરણીને સાસરે આવેલી જાગૃતિબેન ભાસ્કરભાઈ વાળા નામની પરિણીતા હાલ ઓમ વીવીઆઈએમ કોલેજમાં એસવાયબીએની પરીક્ષા આપી રહી છે જે સગર્ભા છે અને તેણે હાલ નવમો માસ ચાલી રહ્યો છે જેને ડીલીવરીમાં દસેક દિવસનો સમય બાકી છે છતાં પણ જાગૃતિબેન હોશભેર પરીક્ષા આપી રહ્યા છે તો કોલેજના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશીયા પણ સગર્ભા મહિલાને પુરતો સહયોગ કરી રહ્યા છે જેનો પરીક્ષા ખંડ ત્રીજા માળે હોય જે પ્રથમ માળે વ્યવસ્થા કરી આપી હતી. મહિલાને કોઈ અગવડ ના પડે તે માટે અલગ કલાસરૂમ અને અલગ સુપરવાઈઝર ફાળવી દેવાયા છે તો મહિલાને મેડીકલ સુવિધાની જરૂરત પડે તો તે પણ નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આ મહિલાએ જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તે અન્ય વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું છે તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાથી ડરી જઈને ખોટા માર્ગ અપનાવતા હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

હોશભેર પરીક્ષા આપતા જાગૃતિબેન વાળા મૂળ અમદાવાદના વતની છે જેઓએ મોરબીમાં બુટ ચપ્પલના વેપારી ભાસ્કર વાળા સાથે લગ્ન કર્યા હોય અને લગ્ન બાદ તેમણે અભ્યાસની ઈચ્છા વ્યકત કરી હતી જેને સાસરિયાઓએ વધુ અભ્યાસ માટે સહમતી આપી હતી અને તેમણે વધુ અભ્યાસ શરૂ કર્યો હતો જોકે અભ્યાસ સાથે પારિવારિક જવાબદારી અને સાથે જ તે સગર્ભા હોય છતાં પણ ગમે તે સ્થિતિમાં હિમતપૂર્વક સામનો કરવાના તેમના આત્મવિશ્વાસે તેમણે બળ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું.

(11:33 am IST)
  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST