Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જુનાગઢઃ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર

 જુનાગઢઃ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતેની બેકરી શાળામાં ૧પ અઠવાડીયાનો બેકરી તાલીમ વર્ગ હાલમાં પૂર્ણ થતાં તાલીમાર્થીને પ્રમાણપત્ર વિતરણ માટે ઉપસ્થિત ડો. એ. એમ. પારખીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકે તાલીમ લીધેલ તાલીમાર્થીઓને બેકરી ઉદ્યોગ શરૂ કરી સ્વરોજગારી પ્રાપ્ત કરવા પ્રેરક પ્રવચન આપેલ. તાલીમાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા જણાવેલ કે અત્રેની બેકરી સ્કૂલમાં વૈજ્ઞાનિક ઢબે અને આધુનિક સાધનો દ્વારા તાલીમ આપવામાં આવે છે અને તેઓને પગભર થવામાં ખુબજ ઉપયોગી થાય છે.  ઉપરાંત બેકરી ઉદ્યોગ શરૂ કરવાની સાથે હાલનો તેઓનો ચાલુ જે ઉદ્યોગ હોય તેમાં પણ પરિવર્તન લાવી શકાય છે. આ તાલીમના પ્રમાણપત્રના આધારે પારલે, બ્રિટાનીયા જેવી બેકરી ઇન્ડસ્ટ્રીઝમાં તથા વિદેશમાં પણ નોકરી મેળવી શકાય છે. તસ્વીરમાં તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત થતા નજરે પડે છે.

(11:32 am IST)