Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભાયાવદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી

ભાયાવદર : સરદાર વલ્લભભાઇ પટેલ ચોકમાં દાતાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. 'ચકલી બચાવો અભિયાન'માં ધાર્મિક તથા શૈક્ષણિક સંસ્થાઓ જોડાઇ હતી. હોળીધાર પ્રા. શાળા, કુમાર તાલુકા શાળા, એકલવ્ય શાળા, સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રેલી યોજીને વિશ્વ ચકલી દિવસની સમજણ આપી હતી. ચકલીઘર પુઠા તથા માટીના ૩ર૦૦ નંગ, પાણીના કુંડા ૧૦૦૦ નંગ, ચણ ડીશ પ૦૦૦ નંગની કીટોનું વિતરણ કરાય હતું. (તસ્વીર-અહેવાલ અતુલ ભટ્ટ-ભાયાવદર)

(11:31 am IST)