Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દેરડી કુંભાજી બહુચરાજી મંદિરે સમુહલગ્ન સંપન્ન

 દેરડી કુંભાજીના પ્રખ્યાત બહુચરાજી મંદિરે તાજેતરમાં સમુહલગ્નોત્સવ યોજાયો હતો. આ સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં ૮ કન્યાઓને મંદિરના માઇભકતો તથા દાતાઓ તરફથી દર વર્ષની માફક ૧૦૦ જેટલી વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવી હતી. લગ્નવિધી રાણસીકીના શાસ્ત્રી જયેશભાઇ ભટ્ટે કરાવી હતી.   આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહેમાનો તથા દાતાઓનું મંદિર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેરડી ગામના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા સ્વયંસેવકો તથા મંદિરના મહંતશ્રી ગીરધરભાઇ તથા કંચનબેન વ્યાસ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(11:29 am IST)
  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST