Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આધુનિક યુગમાં પણ ઠંડા પાણી માટે માટીની કોઠી હોટ ફેવરીટઃ આકર્ષણ યથાવત

હળવદ તા. ર૧ :.. આધુનિક ઉપકરણો આવ્યા હોવા છતાં માટીની પાણી પીવા માટેની કોઠીની સુંદરતા પાણીની મીઠાશ જરા પણ ઓછી થઇ નથી ફ્રીઝ, વોટર કુલર, વગેરે સાધના સામે માટીની પાણીની કોઠીની ચમકતા દમકતા  જરા  પણ ઓછી થઇ નથી જેમ જેમ તાપમાન વધતા  ઉનાળો આવતા લોકો ઠંડા પાણી પીવા માટે કોઠી ખરીદે છે.

હળવદમાં વર્ષોથી માટીના વાણસો વેચતા તુલસીભાઇએ જણાવેલ કે હાલમાં સફેદ માટીની કોઠીઓ લોકો વધુ ખરીદે છે. કારણ કે આ માટીની કોઠીઓ અવનવી ડીઝાઇનમાં હોવાથી તેમજ તેમાં પાણી ઠંડુ વધુ રહેતુ લોકોમાં નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને આ માટીની કોઠી વધુ ટકાઉ અને સુંદર આકર્ષણ લાગતી હોવાથી લોકો આ કોઠી ખરીદવા તરફ વધુ વળ્યા છે એન લોકો આ માટીની કોઠીઓ વધુ માંગે છે સમય બદલતા માટીના વાસણોની માંગ નવા રૂપમાં બદલાઇ છે. (તસ્વીર : હરીશ રબારી હળવદ)

(11:26 am IST)