Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કોડીનારમાં 'ગીર અને જાફરાબાદી'ઉત્પાદકતા વૃદ્ધિ શિબિર સંપન્ન

ગીર જાફરાબાદી ઓલાદ સુધારણા કાર્યક્રમ અંતર્ગત

કોડીનાર, તા. ૨૧ :. સાંપ્રત સમયમાં પશુપાલકોમાં ખૂબ જ લોકપ્રિય એવી સૌરાષ્ટ્રની શાન સમી ગીર ગાયની સંખ્યા અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે અહીંયા અમલીકૃત પ્રોજની ટેસ્ટીગં પ્રોગ્રામ (સંતતિ પરીક્ષણ કાર્યક્રમ) વિશે ડો. કે.આર. ત્રિવેદી, સલાહકાર, એનડીડીબીએ સરળ ભાષામાં છણાવટ કરી સાથે સાથે દરેક પશુપાલકોને ભારતમાં પ્રથમ વખત દેશી ગાય માટે અમલીકૃત આ કાર્યક્રમમાં જોડાઈને ગીર ગૌવંશની ઉત્પાદકતા વૃદ્ધિમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

સાબર ડેરીમાંથી ઉપસ્થિત ડો. સમીર પટેલે પશુઓમાં આઉનો સોજો રોગનો અટકાવ તથા દેશી ઉપચાર વિશે માહિતી આપી. એસ.એ.જી.માંથી આવેલા ડો. સી.ટી. પટેલે નફાકારક પશુપાલનમાં પશુના ખોરાકનું કઈ રીતે આયોજન કરવું ? તેની સમજ આપી હતી.

એનડીએસ - નવી દિલ્હીથી ઉપસ્થિત ડો. લલીતભાઈ બારોટે ગીર ગાયની ઉત્પાદકતા વૃદ્ધિમાં કૃત્રીમ બીજદાન કઈ રીતે જરૂરી છે તેની સરળ ભાષામાં સમજ આપી.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે દેશભરમાંથી વૈજ્ઞાનિકો જેવા કે ડો. અમરીશ પટેલ, જનરલ મેનેજર, એસએજી, ડો. ટાંક-પ્રિન્સીપાલ-વેટરનર કોલેજ-જૂનાગઢ, ડો. સકસેના-નવી દિલ્હી, ડો. ગુપ્તા-એનડીડીબી, અમરસિંહ સોલંકી-કોડીનાર, વિજયસિંહ જાદવ વગેરેએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જીલ્લાભરમાંથી આશરે ૫૦૦ જેટલા પશુપાલકોએ હાજરી આપી સાબરમતી આશ્રમ ગૌશાળાના પ્રયત્નોને બીરદાવ્યા હતા.

(11:25 am IST)