Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉના પાલીકાનાં કર્મચારીઓનો ચોથા તથા પાંચમાં પગાર પંચની મોંઘવારી જાહેર કરી ચુકવવા માગણી

ઉના તા. ર૧ :.. નગરપાલીકા કર્મચારી મંડળનાં પ્રમુખ મનુભાઇ માયાભાઇ બાંભણીયા ત્થા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કે. ગોસાઇ તથા કર્મચારીઓએ સહી કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખીતમાં રજૂઆત કરી છે. કે ઉના નગરપાલીકા ત્થા રાજયની ઘણી નગરપાલીકાનાં કર્મચારીઓને ૪થુ ત્થા પાંચમું પગાર પંચ જાહેર કરેલ ને બે વરસ જેવો સમય થઇ ગયો છે. છતાં રાજય સરકારે ચોથા અને પાંચમાં પગાર પંચ મુજબ આજ દિવસ સુધી મોંઘવારી જાહેર કરેલ નથી.

કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનથી ઘર ખર્ચે પુરો પડતો નથી. કર્મચારીઓ જન્મ, મરણના, દાખલ, લાઇટ, સફાઇ, પાણી સપ્લાઇની તેમજ રાષ્ટ્રીય કામગીરી કરે છે. આજે એક વીસમી સદીમાં વીસમી સદીથી ઓછુ વેતન મળતું હોય વહેલી તકે મોંઘવારી જાહેર કરી ચુકવણી કરવો, સમાન  કામ, સમાન વેતનની અમલવારી વહેલી તકે કરવા માંગણી કરી છે.

(11:24 am IST)
  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST