Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભુજમાં પેટા તીજોરી કચેરી એસબીઆઇ સંલગ્ન બેંકો ૩૧મીએ ચાલુ રહેશે

ભુજ તા. ૨૧ : જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૧૮, શનિવારે જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. 

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ની સમાપ્તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેકસ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અને તા.૧૭/૪/૧૯૯૮ના ઠરાવ અન્વયે આદેશ કરવામાં આવ્યો છે. 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર  શાખાઓ)  અને દેનાબેંક રાપર સહિત સરકારી બીલ્સ/ચેકસની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેકસની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને  ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી આગામી ૩૧/૩/૨૦૧૮ના ૬.૧૦ અને પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.

જિલ્લાના વ્યાજબી ભાવના દુકાનદારો જોગ

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ તા.૩૧મી માર્ચ-૨૦૧૮ના પૂર્ણ થતું હોઇ, ગોડાઉન ખાતે જથ્થાના તથા હિસાબી આખરીકરણ સબબ તા.૨૮થી તા.૩૧ સુધી ગોડાઉનની કામગીરી બંધ રહેશે. જેથી જિલ્લાના તમામ વ્યાજબીભાવની દુકાનદારોએ જાહેર વિતરણના જથ્થાની પરમીટો મેળવી તેની રકમો સત્વરે બેંકમાં જમા કરાવી ચલણો તેમજ બુકો ગોડાઉન ઉપર જમા કરાવી જવી જેથી જથ્થો નિયત તારીખ સુધીમાં પહોંચાડી શકાય જેની સર્વે વ્યાજબી ભાવની દુકાનદારોએ નોંધ લેવી. તા.૧/૪/૨૦૧૮થી ગોડાઉન કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેમ નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ગુ.રા.ના.પુ.નિ.લિ. ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:23 am IST)