Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગોંડલના મોવિયાના ફાયરીંગ પ્રકરણમાં રવિ શેખડા તથા અરવિંદ કોળીની શોધખોળ

મુખ્ય સૂત્રધાર જીજ્ઞેશ ધવાને ગણત્રીના કલાકોમાં જ ધંધુકા પાસેથી ઝડપી લેવાયો'તો : રૂપિયાની ઉઘરાણી કરતા ચિરાગ પટેલ પર ફાયરીંગ કર્યુ હતું

રાજકોટ, તા. ૧ર :  ગોંડલના  મોવિયાના ફાયરીંગ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર જીજ્ઞેશ ધવાને ગણત્રીના કલાકોમાં ઝડપી લેવાયા બાદ તેના બે સાગ્રીતોની તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના જેતપુર રોડ પર રહેતા ચિરાગ વિનોદભાઈ ધાનાણી (પટેલ) ઉ.વ. ૩૧ તાલુકાના મોવિયા ગામે ગઇકાલેે ઉદ્યરાણી બાબતે પહોંચ્યો હતો, જયાં તેને જીગ્નેશ દ્યવા તેમજ તેના બે સાથીદારો સાથે બોલાચાલી થતા ઝદ્યડો થતા મારામારી સુધી પહોંચી હતો, અને જીગ્નેશ દ્યવા એ પોતાના હવાલા વાળી રિવોલ્વર માંથી ફાયરિંગ કરતા ચિરાગના પગ પાસેથી ગોળી પસાર થતા ઇજા થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચિરાગનાં બનેવીએ જીગ્નેશ રાજકોટ રહેતો હતો ત્યારે હાથ ઉછીના રૂપિયા આઠ લાખ આપ્યા હતા, અવારનવાર માગવા છતાં પણ જીગ્નેશ રૂપિયા પરત કરતો ના હોય ઉદ્યરાણી બાબતે ચિરાગ મોવયા પહોંચ્યો હતો, દ્યટના બાદ પોલીસે મોવિયા સ્થિત જીગ્નેશની ઓફિસમાં તપાસ હાથ ધરતા કયાંથી જીવતા ૫ કારતૂસ મળી આવ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતા.

ઇજાગ્રસ્ત ચિરાગ ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પીઠડીયા ટોલનાકા પાસે આશરે બે વર્ષ પહેલાં જેતપુરના વનરાજ કાઠી નામના યુવાનની હત્યા થવા પામી હતી જેમાં તેની સંડોવણી હોય હાલ જામીન ઉપર છૂટ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન ફાયરીંગની ઘટના બાદ રૂરલ પોલીસે નાસી  છૂટેલ આરોપીને ઝડપી લેવા રાજયભરમાં નાકાબંધી કરતા મુખ્ય આરોપી જીજ્ઞેશ ધવા ધધુકા પાસેથી ગણત્રીના કલાકમાં જ પકડાઇ ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસે જીજ્ઞેશનો કબ્જો લઇ પુછતાછ કરતા તેની સાથે તેના બે સાથીદારો રવિ શેખડા તથા અરવિંદ કોળી હોવાની કબુલાત આપતા બંનેના શોધખોળ હાથ ધરાઇ છે. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. વાય. ગોહિલ તથા રાઇટર રાજદેવસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:23 am IST)