Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વાંકાનેરઃ દાણાપીઠ ચોકથી રાજકોટ રોડ ઉપર જવા પતાળીયાનો પુલ તુર્ત રીપેર કરો

વાંકાનેર તા. ર૧ :.. ભારે વરસાદને કારણે પતાળીયા પુલ ઉપર પાણી વધુ પડતુ આવતા આ રસ્તો બંધ થયેલ હતો અને લોકો તથા વાહન ચાલકો દાણાપીઠથી પ્રતાપ રોડ થઇને પુલ દરવાજાથી રાજકોટ જવા આવવા તથા મોરબી, અમદાવાદ હાઇવે જવા આવવા માટે આ પતાળીયાનો પુલ મહત્વનો અને ટૂકા રસ્તા જેવો હોય જે પુલને તોડીને ઉચો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે પ્રથમ આ પુલને નવો બનાવવાનું એસ્ટીમેટ પ્લાન રાજય સરકારે મંજૂર કરેલ હતું અને આ પુલ તાત્કાલીક તોડી પાડવામાં આવેલ છે પરંતુ હાલમાં ત્યાંથી રાજકોટ રોડ જવા સાઇડમાં કયાંય પણથી રસ્તો ડાઇવેઝન કાઢવામાં ન આવતાં વાંકાનેર નગરપાલીકાએ રાજયના માર્ગ-મકાન વિભાગને આ બાબતની જાણ કરી તાત્કાલીક આ પુલ પાસેથી નાના વાહનો માટે ડાઇવેજન કાઢવા લેખીત જાણ કરેલ છે આ ડાઇવેઝન કાઢવાથી રીક્ષા ચાલકો લારીઓ તથા ત્યાંથી વિધ્યાભારતી સ્કુલ તથા કે.કે. હાઇસ્કુલ તથા દોશી કોલેજ આંખની હોસ્પીટલે ન્યાયાલય તથા મામલતદાર કચેરી અને આઇટીઆઇ કરતા વિદ્યાર્થી બાળકોને આ ડાઇવેઝનનો રસ્તો મળવાથી તેઓને ટૂકો રને આ વિસ્તારમાં પહોંચી શકે તે માટે વાંકાનેર નગરપાલીકાના જનરલ બોર્ડમાં ચર્ચા વિચારણાના અંગે જે તે વહીવટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે જયારે એવુ પણ જાણવા મળે છે કે આ પુલ જયારે પાસ થયેલ ત્યારે લંબાઇ અને પહોળાય નકકી કરવામાં આવેલ હતી બાદમાં આ પુલને ટૂકો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને હાલમાં પેટા કોન્ટ્રોકટ રાખી કામગીરી હાથ ધરાશે અન જે પુલના બાંધકામમાં વગેવાવણા થાય તે પહેલા વહીવટી અધિકારીઓ ઘટતુ કરે તેવી લોક માગણી ઉઠી છે.

આ કામ અંગે માહિતી અધિકાર મુજબતાઇ અને  રસ્તાના કામ તથા એકસસ્ટીમેટ પ્લાનની વિગતો વાંકાનેરના માહિતી એટીવેટી વિગતો વાંકાનેર માહિતી એટીવેટી લોકોએ માગણી કરેલ છે.

(11:22 am IST)