Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વલ્લભીપુરમાં ટેમ્પાની હડફેટે કિશોરનું મોત

ભાવનગર, તા. ર૧ : વલ્લભીપુર બસ સ્ટેન્ડ નજીક પગપાળા જઇ રહેલા દક્ષત દિનેશભાઇ ટાંકીયા ઉ.વ.૧૪ ને સામેથી પુરઝડપે ધસી આવેલો આઇસ્ક્રીમ ભરેલો ટેમ્પો નં. જીજે૧૪-ડબલ્યુ-૧૧૪૧ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

મરનાર કિશોરના પિતા દિનેશભાઇ ટાંકીયા મુળ દાહોદ જીલ્લાના સાંકરદા ગામના વતની છે અને વલ્લભીપુરમાં પીજીવીસીએલમાં ફરજ બજાવે છે. આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસે ટેમ્પા ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)