Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વાંકાનેરમાં શુક્રવારે પૂ. રણછોડદાસજી મહારાજ આશ્રમે પૂ. હરિચરણદાસજી મહારાજનો પ્રાગટય દિવસ ઉજવાશે

ધુન, ભંડારો, મહા રકતદાન કેમ્પ, પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો

વાંકાનેર તા. ર૧ :.. રાજકોટ રોડ ઉપર સદ્ગુરૂ શ્રી હરીચરણદાસજી મહારાજ પ્રેરીત સદ્ગુરૂ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજ સ્મૃતિ મંદિર સદ્ગુરૂ આનંદ આશ્રમ ખાતે સહુના હૃદયમાં બીરાજતા અને જેમના દર્શન માત્રથી પરમ સુખ શાંતિ અનુભવીએ છીએ તેવા વંદનીય સદ્ગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજનો ૯૬ મો પ્રાગટય દિન ધર્મ-ભકિત અને સમાજ સેવાના કાર્યા સાથે ધામધુમથી ઉજવવામાં સદ્ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ તથા સર્વે શિષ્ય પરિવાર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમે અને તેમના સાનિધ્યમાં યોજાનારા જન્મોત્સવ કાર્યક્રમમાં સાંજે પ વાગ્યાથી પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજની પાદુકા પૂજનનો સર્વે શિષ્ય પરિવાર દ્વારા પ્રારંભ થશે.

આ સાથે જ વાંકાનેરનું પ્રસિધ્ધ શ્રી શ્યામ ધુન-મંડળ દ્વારા રામધુન સાથે ગુરૂ ભકિતના ગુણગાનની વાતાવરણને ધર્મમય બનાવશે.

સાંજે ૭.૩૦ કલાકે ૧૦૮ દીપ સાથેની મહાઆરતી થશે અને ત્યારબાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે.

પાદુકા પૂજન-ધુન-આરતી-મહા રકતદાન કેમ્પ, મહાપ્રસાદના આ પાવન કાર્યામાં સર્વે ભાવીક ભકતોને પધારવા સદ્ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ, શિષ્ય પરિવાર તથા પુજારી તીવારીબાપુએ નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે.

મહારકતદાન કેમ્પ યોજાશે

સદ્ગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજના ૯૬ માં પ્રાગટય દીન ધર્મ - ભકિત - પ્રસાદનો કાર્યક્રમનો દર વર્ષ કરવામાં આવે જ છે આ વર્ષ પૂ. ગુરૂદેવના જન્મદિને સમાજ સેવા માટે પણ કાર્ય કરવુ છે તેવા દ્રષ્ઠ નિર્ણય સાથે આશ્રમની ભૂમિ ઉપર સાંજે પ થી ૮ વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પ પણ રાખવમાં આવ્યો છે.

આપણુ લોહી કોઇકની જીંદગી બચાવી શકે છે તે સુત્ર સાથે આપણા ગુરૂદેવના પ્રાગટય દિન દર્શન-પાદુકા પૂજન કરી દાન અર્પણમાં 'રકતદાન' કરી શિષ્ય તરીકે આપણે સૌ ફરજ અદા કરીએ અને આપણા પરિવાર, મિત્ર, સગા-સ્નેહીઓ સર્વે ને તા. ર૩-૩-૧૮ ને શુક્રવારે સાંજે પ વાગ્યે વાંકાનેર સદ્ગુરૂ આનંદ આશ્રમે રકતદાન માટે પધારવા સૌ ગુરૂ ભકતોને ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(11:22 am IST)
  • મોદી સરકારનું એસસી/એસટી કાયદો ખત્મ કરવાનું ષડયંત્રઃ કોંગ્રેસનો આરોપઃ ભાજપ અને સંઘ બન્નેની માનસિકતા અનુસૂચિત જાતિ-જનજાતિને હંમેશા આર્થિક અને સામાજીક રૂપે પાયમાલ કરવાની છે access_time 4:24 pm IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST