Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મોરબીમાં એરપોર્ટની સુવિધા અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો:હકારાત્મક પ્રતિભાવ મળ્યો

મોરબી:મોરબીમાં એરપોર્ટની સુવિધા અંગે વિધાનસભામાં નાગરિક ઉડ્યન વિભાગની પ્રશ્નોત્તરી વખતે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રશ્ન પૂછી રજુઆત કરી હતી કે મોરબી એ સિરામીકનું હબ ગણાય છે.મોરબીમાં જુના જમાનાનું સ્ટેટ વખતનું એરપોર્ટ હતું. આ એરપોર્ટ પુન: જીવીત કરવા જિલ્લા વહિવટીતંત્ર તથા સરકારશ્રી સમક્ષ વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે.

   આ અંગેનો ફીઝીબીલીટી રિપોર્ટ પણ તૈયાર કરાયો છે મોરબીના સિરામિક ઉધોગ માટે વિદેશોમાંથી અનેક વિદેશી ધંધાર્થીઓ મોરબી આવે છે.મોરબીમાં સિરામિક અંતર્ગત 1500 જેટલા વિવિધ પ્રકારના નાના-મોટા ઉદ્યોગો આવેલા છે તે જોતા મોરબીને વિમાન સુવિધા સાથે એરપોર્ટ આપવું ખુબ જરૂરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાના આ પ્રશ્નનો મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

(12:57 am IST)