Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજકોટ-ટંકારા હાઈવે પર ડીએવી શાળા બનશે : સરકાર જમીન ફાળવશે : મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત

ટંકારામાં ઋષિ બોધોત્સવ સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

ટંકારા : આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારામાં મહાશિવરાત્રી નિમિતે ઋષિ બોધોત્સવ કાર્યક્રમનું દર વર્ષની જેમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય જેમાં યજ્ઞ અને ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઋષિ બોધોત્સવ કાર્યક્રમમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી

આ પ્રસંગે રાજ્યપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું આ જન્મસ્થળ છે આખા દેશમાં ફરીને વેદોનો પ્રચાર કરવા ઉપરાંત સામાજિક કુરિવાજો દુર કરવા, શિક્ષણ અને નારી ઉત્થાન માટે સમગ્ર જીવન અર્પણ કર્યું હતું તેવી મહર્ષિ દયાનંદના જન્મસ્થળે ભવ્ય સ્મારક બનાવવા સંકલ્પ કર્યો છે તેને આવકાર્યો હતો

 આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી કે રાજકોટ-ટંકારા હાઈવે પર ડીએવી શાળા બનશે જેના માટે સરકારના નિયમો મુજબ જમીન ફાળવાશે સાથે જ મહર્ષિ દયાનંદ જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશમાંથી આર્ય સમાજના લોકો આવતા હોય છે જેથી સરકારે ટંકારાનો સમાવેશ પવિત્ર યાત્રાધામમાં કર્યો છે અને મહર્ષિ દયાનંદ જન્મસ્થળના વિકાસ માટે યોગ્ય આયોજન કરીને યોજના બનાવીને વિકાસ કરાશે અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ટંકારાની પવિત્ર ભૂમિને વિકાસના રંગે રંગી દેવાશે તેમ જણાવ્યું હતું

(1:05 am IST)