Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઉના તાલુકાના સનખડા ગામના વાડી વિસ્તારમાં દિપડાનો ખેડૂત ઉપર હુમલો

ઉના તા. ૨૧ : ઉના તાલુકાના સનખડા ગામના ખેડૂત ઉપર દિપડાએ હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં ઉના સારવાર માટે ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉના તાલુકાના સનખડા - માલણ વાડી વિસ્તારમાં કામ કરી રહેલા ખેડૂત ઉપર રાત્રીના સમયે દિપડાએ હુમલો કર્યો હતો.

દિપડાએ હુમલો કરતા ખેડૂતને હાથ, માથામાં અને કમરના ભાગે ઇજા થતા તાબડતોબ ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. ખેડૂત ઉપર હુમલો થતા લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે.

(3:56 pm IST)