Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભાણવડના ગડુ ગામે કુવા બાબતેના મનદુઃખમાં હુમલો

કુવાના પાણીનો ઉપયોગ કર્યો તો સારાવટ નહી રહે કહીઃ પિતા-પુત્રો તુટી પડયા

ખંભાળીયા તા. ર૧ : ભાણવડના ગડુ ગામની સીમમાં કુવાના પાણી બાબતે અગાઉના મનદુઃખમાં બે મહિલા સહિત ત્રણ ઉપર લાકડી પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધી છે.

ગડુગામની સીમમાં રહેતા દક્ષાબેન કારાભાઇ નનેરા (ઉ.ર૯) ના સગર મહિલાએ આ અંગે ભાણવડ, પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે અમારી માલીકીના કબ્જામાં કુવો આવેલો છે તે બાબતે સરમણ જીવા કોડીયાતર સાથે અગાઉનુ મનદુઃખ હોવાથી જે મનદુઃખ રાખી ગતરોજ સરમણ જીવા કોડીયાતર, તેનો પુત્ર પરબતે અને હિરો ત્રણેય પિતા-પુત્રો વાડીએ આવી કુવાના પાણીનો કયારેય ઉપયોગ કર્યો તો સારવટ નહી રહે ઘરના સભ્યોને ગાળો કાઢી હતી અને મને પથ્થરોના ઘા મારતા મારા માતા અને ભાઇ વચ્ચે પડતા તેને લાકડી અને પથ્થરના ઘા મારી ઇજા કરી હતી બનાવ અંગે ભાણવડ, પોલીસે ફરીયાદના આધારે ત્રણેય પિતા-પુત્રો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:39 pm IST)