Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભાણવડ એક્ષચેન્જ સ્ટાફ વિહોણું!

બીએસએનલના કર્મીઓ સવૈચ્છીક નિવૃતી લઇ લેતા : વીઆરએસ યોજનો તમામ કર્મીઓએ કરેલો અમલ ગ્રાહકોને ગાઉ એકનો થતો ધરમનો ધક્કોઃ ભારે હાલાકી

ભાણવડ, તા., ૨૧: કેન્દ્ર સરકાર દ્વારા જયારથી વીઆરએસ (સ્વૈચ્છીક નિવૃતી) યોજનાને અમલમાં મુકવામાં આવેલ છે ત્યારથી ભાણવડ બીએસએનએલના તમામ સ્ટાફે સ્વૈચ્છીક નિવૃતી લઇ લેતા ભાણવડનું ટેલીફોન એક્ષચેન્જ બીલકુલ ખાલીખમ થઇ ગયું છે.

ગતા ૧ લી ફેબ્રુઆરીથી ભાણવડ બીએસએનએલનો સ્ટાફ જેમાં લાઇનમેન, ટેકનીકલ સ્ટાફ, માર્કેટીંગ સ્ટાફ સહીત બધા જ અધિકારીઓ સ્વૈચ્છીક નિવૃત થઇ ગયા છે. જેથી ભાણવડ બીએસએનએલના ગ્રાહકો હેરાન પરેશાન થઇ ગયા છે. લેન્ડલાઇન, બ્રોડબેન્ડ કે મોબાઇલ કનેકશનો ધરાવતા ગ્રાહકોની ફરીયાદો સાંભળવાવાળુ જવાબદાર રહયું જ નહી અને ગાઉ એકનો ધરમનો ધક્કો ખાઇ વિલા મોઢે પાછુ ફરવુ પડે છે. જો ગ્રાહકનું લેન્ડ લાઇન કનેકશન બ઼ધ થયું હોય કે ખામી સર્જાઇ તો કંમ્પ્લેન કયાં કરવાની? મોબાઇલ ગ્રાહકને સર્વિસમાં કોઇ ખામી સર્જાઇ અથવા તો મોબાઇલ ખોવાઇ જાય કે સીમ ખરાબ થઇ જાય એ સ્થિતિમાં શું કરવુ? ગુમ સીમનું ડુપ્લીકેટ સીમ કયાંથી મેળવવું?

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગર મેઇન ઓફીેસેથી બે લઇાનમેનને ભાણવડ પોસ્ટ પર મુકવામાં આવેલ છે. પરંતુ ત્યાંના અધિકારીએ લાઇનમેનને છુટા કરતા નથી અને અહીના અધિકારી તેની કોઇ પણ તપાસ કરતા નથી ત્યારે સવાલ એ  થઇ રહયો છે કે બીએસએનએલના ગ્રાહકોનો આમા શું દોષ?

 

(12:46 pm IST)