Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરેન્દ્રનગરના વઢવાણમાં દેશી પીસ્ટલ અને કાર્ટીસ સાથે ધર્મેશ ઉર્ફે ધમો પકડાયો

રાજકોટ આરઆર સેલના પીઆઇ એમ.પી.વાળા સહિતની ટીમે શખ્સને દબોચ્યો

રાજકોટ, તા.૨૧: સુરેન્દ્રનગરના વઢવાણમાં ગેબનશાહ પીરની દરગાહ પાસેથી રાજકોટ આરઆર સેલની ટીમે બાતમીના આધારે એક શખ્સને એક પીસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહએ ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે સૂચના આપતા આરઆર સેલના પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ દિપસિંહ ચીત્રા, સહદેવસિંહ પરમાર, લક્ષ્મણસિંહ ઝાલા તથા રાજદિપસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે વઢવાણમાં ગેબનશા પીરની દરગાહ પાસેથી ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઇ જીંજુવાડીયા (રહે.વઢવાણ શ્રધ્ધા હોટલ પાસે) ને એક દેશી બનાવટની પીસ્ટલ અને એક કાર્ટીસ સાથે પકડી લઇ રૂ.૧૦,૧૦૦ની મતા કબ્જે કરી હતી. આ અંગે પોલીસે ધર્મેશ ઉર્ફે ધમાની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(12:44 pm IST)