Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

લીંબડીમાં ચાર વર્ષના બાળકનું અપહરણ

માતાએ જ પોતાના બાળકને ઉઠાવી ગયા હોવાનો પરિવાર સમક્ષ આક્ષેપ કર્યો

વઢવાણ,તા.૨૧: લીમડીનાઙ્ગ ખારામાં વિસ્તારમાં બાળક ક્રિસવને આશરે બપોરના ૧૨ વાગ્યે ઘરમાંથી સફેદ ઈક્કો કાર કોઈ અજાણી વ્યકિત ઉઠાવીને ભાગી ગયું આ બાબતની જાણ લીંબડી પોલીસ સ્ટેશનમા કરવામાં આવતા સમગ્ર લીંબડીમાં એક ચર્ચાનો વિષય જાગ્યો છે ત્યારે આ બાબતે ગુનો નોંધીને અપહરણકારોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે અવાર નવાર અપહરણ ના કેસો ના બનતા બનાવો એ પોલિસની ઉંઘ હરામ કરી નાખી છે.

ગઈકાલે બપોરના સમયે લીંબડીના ખારાવાસ વિસ્તારમાં એક ચાર વર્ષના બાળકનું અપહરણ નો બનાવ સામે આવ્યો છે ત્યારે આ બાબતની પરિવારજનો દ્વારા લીમડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા અને પરિવારજનોનું નિવેદન લેતા બાળકના દાદા દાદી અને પિતાએ આ બાળક નું અપહરણ પોતાની માતા એ જ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે આ બાબતે હાલમાં તપાસ હાથ ધરી છે...

સુરેન્દ્રનગર જિલ્લામાં અપહરણના કેસમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો મીની બિહાર બની ગયો હોય એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં અપહરણનો બીજો બનાવ સામે આવ્યો છે પહેલા વઢવાણના સોની વેપારી ત્યારબાદ લીંબડીના આ એક ચાર વર્ષના બાળકનું અપહરણ નો બનાવ સામે આવ્યો છે.

(12:42 pm IST)