Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાણાવાવઃ બળાત્કારના આરોપીઓનો કબજો છોટા ઉદેપુર પોલીસને સોંપવા તજવીજ

પોરબંદર, તા., ર૧: મધ્યપ્રદેશની મહિલા સાથે ટ્રાવેલ્સ બસમાં છોટા ઉદેપુર હાઇવેના ધાબા ઉપર બળાત્કાર ગુજારનાર ર આરોપી ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર-કલીનર રાણાવાવ પોલીસે નાકાબંધી કરીને પકડી લીધા બાદ આરોપીઓનો કબજા છોટા ઉદેપુર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. રાણાવાવ પોલીસ સ્ટાફે મહિલાને તેમના પરીવારજનો પાસે સલામત પહોંચાડી આવેલ છે.

પોરબંદર જિલ્લાના પોલીસ કન્ટ્રોલ રૂમને ટેલિફોનીક માહિતી મળેલ કે મધ્ય પ્રદેશ તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં એક મહિલા પર બળાત્કાર થઇ રહેલ છે તેવી માહિતી આધારે પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ  એ આપેલ સઘન સુચના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જે.સી.કોઠિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI બી.એસ.ઝાલા તથા સ્ટાફના મેરામણભાઇ વરુ, અક્ષયભાઈ અગ્રાવત, સવદાસભાઈ ઓડેદરા, ડ્રાઈવર સવદાસભાઈ પરમાર દ્વારા જરૂરી નાકાબંધી વાહન ચેકીંગ કરી મધ્યપ્રદેશથી આવતી ટ્રાવેલ્સ બસ નં.GJ 01 CU 9905 ને રોકી ને તપાસ કરતા અંદરથી ભોગ બનનાર મહિલાને સહી સલામત ઉતારી પૂછપરછ કરતા સદર બસના ડ્રાઇવર અને કલીનર દ્વારા છોટાઉદેપુર ખાતે ઢાબા પર સુવા માટે સીટ આપવાના બહાના તળે મહિલાને ફોસલાવીને બસની છત પર લઈ જઈ તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ઘ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોય બંને આરોપીઓને જેમાં () કનૈયા ઉર્ફે નાનાભાઈ સાળુભાઈ ડાગી ભિલ ઉ..૪૬ () કપિલ સંતોષભાઈ ભાટી રહે. બન્ને મધ્ય પ્રદેશ વાળાને ઝડપી પાડી તેઓના વિરૂદ્ઘ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ગેંગરેપ નો ગુનો નોંધી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને મોકલી આપી મહિલાને સહી સલામત તેના પરિવારજનોને સોંપી આપતા મહિલા તથા તેના પરિવારજનો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસનો આભાર માનેલ છે.

(12:41 pm IST)