Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઉપલેટા તાલુકાના ખેડુતોને પુરતા ભાવ ન મળતા રોડ ઉપર શાકભાજી ઠાલવીને રોષ

ઉપલેટા તા.ર૧ : તાલુકામાંથી ત્રણ મોડી નદીઓ ભાદર-મોજ - વેણું પસાર થઇ છે. તેમા ઠેક ઠેકાણે ચેક ડેમ બનાવતા નદીમાં રહેલ પાણીનો ઉપયોગ કરીને તથા મોજ ડેમ અને વેણુ ડેમના ઉતરતા પાણીથી ખાલી થયેલ જગ્યામાં ખેડુતો શાકભાજી વાવીને પોતાનં જીવન નિર્વાહ કરતા હોય છે.

પરંતુ આ વખતે શાકભાજીના ભાવ હરરાજીમાં શાક માર્કેટમાં ન આવતા ખેડુતોમાં રોષ લાગણી ફેલાણા છે. બે ચાર દિવસ પહેલા ભાયાવદરના ખેડુતોએ કોબી તથા ટમેટા રોડ ઉપર ફેકીને પોતાના રોષ વ્યકત કરેલ હતો. ત્યાં આજે હાડફોડી કે જે ઉપલેટાથી ફકત ૪ કિ.મી. દુર છે. તેમણે ખેતરોમાંથી ટમેટા તોડીને  ઉપલેટા-પાટણવાવ રોડ ઉપર ઠાલવીને પોતાનો રોષ વ્યકત કરેલ હતો.

આ ખેડુતોએ જણાવેલ હતું કે પાંચ કિલો ટમેટાની બેગના ર૦ને રપ રૂ.હરરાજીમાં આવે છે. તેમનાથી જાજો ખર્ચ તો ટમેટા ઉતારવાનો અને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ થઇ જાય છે. જેથી ખેતરની સફાઇ કરવી અમારે માટે ફરજીયાત છે. આ ટમેટાનું હરરાજીમાં કાઇ આવતુ નથી તેથી ટમેટા રોડ ઉપર ફેકીને અમે અમારો રોષ વ્યકત કરી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરીએ છીએ.

(12:40 pm IST)