Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જૂનાગઢમાં 'ઉર્જા ઉત્સવ'ની સ્વામીનારાયણ મંદિરે ઉમંગભેર ઉજવણીઃ ૬૦ શાળાઓ જોડાઇ

કુદરતી ઉર્જા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.ની ઝૂંબેશને પ્રતિસાદ : ઉર્જા બચાવવા પ્રદર્શનો સહિતના કાર્યક્રમની શાનદાર શરૂઆત

જૂનાગઢ,તા.૨૧: વિજ વપરાશ બચાવી કુદરતી ઉર્જા માટે લોકોમાં જાગૃતિ લાવવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શાહમીના હુસેન દ્વારા વ્યાપક લોક અભિયાન ચલાવવી ઓડિયો કલીપો તથા ટ્રસ્ટ  નંબર જાહેર કરવાની આ ઝૂબેશને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓ તેમજ આમ જનતામાં કુદરતી ઉર્જાના સ્ત્રોત તેમજ તેમાથી મળતી ઉર્જા અને વપરાશ માટે જાગૃતિ લાવવા ઉર્જા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.કલાઇમેન્ટ ચેન્જ વિભાગ અને ઉર્જા વિકાસ એજન્સી જેડા દ્વારા જૂનાગઢ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉર્જા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લામાં ઉર્જાના વપરાશ અંગે જાગૃતિ કેળવવા ૬૦ જેટલી શાળાઓ સહભાગી થઇ છે.આ શાળાઓમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા કવિઝ, પ્રદર્શન તેમજ ઉર્જા બચતના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.ઉર્જા બચતમાં સહભાગી આ શાળાઓને અને વિધાર્થીઓને  ઉર્જા રત્ન શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે પીજીવીસીએલના અધીક્ષક ઇજનેર પી.પી.વોરાએ રૂફટોપ સોલાર સીસ્ટમનો લાભ લેવા અનુરોધ કરી અખુટ સુર્ય ઉર્જાના ઉત્પાદનમાં સૌને સહભાગી થવા જણાવ્યુ હતુ.જિલ્લા શિક્ષણાધીકારી નૈષધ મકવાણાએ ઉર્જાના બગાડ અને વધુ પડતા વપરાશ સામે લાલ બત્ત્।ી ધરી ઉર્જા બચતનો સ્વભાવ કેળવવા સહયોગી થવા જણાવ્યુ હતુ.

ઉર્જા ઉત્સવમાં શ્રીક્રૃષ્ણ વિધા મંદીરના ડાયરેકટર એચ.એલ.વાઢેર,કમલેશ ધાધલ, ડો.માતંગ પુરોહીત, એજયુકેશન ઇન્સપેકટર પરમાર,આર.કે.શર્મા તેમજ વિવિધ શાળાના વિધાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંકલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક પ્રતાપ ઓરાએ કર્યુ હતુ.

(11:52 am IST)