Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગીર સોમનાથ જિલ્લામાં ૪૦૦૮૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપશે

જિલ્લાના ૪૨ પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે

પ્રભાસ પાટણ,તા.૨૧: સમગ્ર રાજયની સાથેગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા તા.૫-૦૩-૨૦૨૦ થી શરૂ થનાર છે. જેના ભાગરૂપે રાજયવ્યાપી વિડીયો કોન્ફરન્સમા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંગે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે,ઙ્ગપરીક્ષા સ્થળોનો આજુ બાજુ પ્રતિબંધાત્મક હુકમોનો અમલ કરાવવા,ઙ્ગપરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતી વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે અંગે સુચના આપી હતી. વિધાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલાએ કહ્યું હતું કે,ઙ્ગસમગ્ર રાજયની સાથે ગીર સોમનાથ જિલ્લામાં તા.૫ માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. ગીર સોમનાથ જિલ્લાના એસ.એસ.સી.ના ૨૬ પરીક્ષા કેન્દ્રોમાં ૨૫૦૫૦ વિધાર્થીઓ,એચ.એસ.સી.(સા.પ્ર.)ના ૧૨ પરીક્ષા કેન્દ્રોમાં ૧૨૭૫૦ વિધાર્થીઓ અને એચ.એસ.સી.(સા.પ્ર.)ના ૪ પરીક્ષા કેન્દ્રોમાં ૨૨૮૮ મળી જિલ્લાના ૪૨ પરીક્ષા કેન્દ્રોના ૧૨૯ બિલ્ડીંગોમાં કુલ ૪૦૦૮૮ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો પરીક્ષાનો કંટ્રોલરૂમ ફોન નં.૦૨૮૭૬-૨૨૧૦૯૫ કાર્યરત કરાશે. તેમજ પરીક્ષા અંગે માર્ગદર્શન માટે ઉના અને ગીરગઢડા તાલુકા માટે પી.કે.મોરી,ઙ્ગઆચાર્ય,એમ.એમ.હાઈ.કોડીનાર મો.૯૨૭૬૨૦૬૬૩૭,ઙ્ગસુત્રાપાડા અને વેરાવળ તાલુકા માટે ભુપેન્દ્રભાઈ જોષી,ઙ્ગઆચાર્ય મણીબેન કોટક હાઈ.વેરાવળ મો.૯૪૨૭૪૨૪૯૦૦ અને કોડીનાર તાલુકા માટે સોનલ પરમાર મ્યુનિસીપલ ગલ્સ હાઈસ્કુલ કોડીનાર મો.૯૮૨૪૫૭૦૪૯૧,ઙ્ગકાઉન્સેલીંગ શરૂ કરવામાં આવશે.

(11:51 am IST)