Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જાંબુવા કોતવાલી (મધ્યપ્રદેશ)નાં જાપ્તામાંથી નાસી ગયેલ આરોપીને પકડી પાડતી આટકોટ પોલીસ

આટકોટ, તા.૨૧: રાજકોટ જિલ્લા ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક બલરામ મિણા  એ.એસ.પી. સાગર બાગમાર ના.પો.અધિ ગોંડલ તરફથી વાહન ચેકિંગ તેમજ નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સુચના મળેલ અને તે દરમ્યાન હકીકત મળેલ કે મધ્યપ્રદેશ ના જાબુવા જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છુટેલ આરોપી ઠાકુર મગનસિંહ ડાવર ની હકિત મળેલ જે આધારે આટકોટ બસ સ્ટેન્ડ મા શકાસ્પદ ઈસમ ચેક કરતા જાબુવા કોતવાલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૬/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૨૨૪ મુજબ કામનો આરોપી

ઠાકુર મગનસિંહ ગુલાબસિહ ડાવર  ભીલ આદિવાસી ઉ.વ.૨૪ ખરબયડી પો.સ્ટે મૂધવાની તા.ગધવાની જી.ધાર રાજય મધ્યપ્રદેશ હાલ રહે .રાતાવડા ગામ તા.વાંકાનેર આટકોટ બસ સ્ટેન્ડમાંથી મળી આવતા અટક કરેલ છે અને કોતવાલી પોલીસ સ્ટેશન (મધ્યપ્રદેશ) વાળાઓને જાણ કરેલ છે.

આ કામગીરી (૧) પો.સબ.ઇન્સ કે.પી.મેતા સાહેબ (૨)એ.એસ.આઈ રદ્યુભાઈ ભલગામડિયા (૩)એ.એસ.આઈ પુનાભાઈ જાડા (૪)પો.કોન્સ નરેન્દ્રભાઈ બાબરીયા (૫)પો.કોન્સ દશરથભાઈ કાકડિયા (૬)પો.કોન્સ ગોવિદભાઈ રબારી (૭)પો.કોન્સ સુરેશભાઈ જાપડિયાએ કરી છે.

(11:52 am IST)