Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પોરબંદરના ગોડાઉનમાં આગ : લાખોના લાકડા બળીને ખાખ

ફાયર બ્રિગેડે ૩ કલાકે આગને કાબુમાં લીધી : આગના કારણ અંગે તપાસ : જાનહાનિ નથી

 પોરબંદર તા. ૨૧ : સુભાષનગરમાં લાકડાના ગોડાઉનમાં મધરાત્રી બાદ આગ લાગતા લાખોની કિંમતના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.  લાકડાના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો આવીને સતત પાણીનો મારો ચલાવેલ અને ૩ કલાકે આગને કાબુમાં લીધી હતી. આગ કઇ રીતે લાગી તેના કારણ અંગે તપાસ થઇ રહી છે. રાત્રીના ગોડાઉનમાં કોઇ હોય નહીં જાનહાનિ થઇ નથી. આગ લાગતા બાજુ નજીકના બંદર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો.

(11:48 am IST)